ચોરાઉ એકટીવા સાથે એક શખ્સને ઝડપી લેતી આરઆરસેલ

632

આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ. પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા મળેલ બાતમી આધારે જશોનાથ સર્કલ પાસેથી મૌલીકભાઇ ઉર્ફે જાદુગર કૌશીકભાઇ પટેલ ઉ.વ.૩૨ રહેવાસી-મુળ ૩૦૧, અંજન અમૃત ફલેટ, યશવંતરાયની સામે ભાવનગર હાલ  અમદાવાદ વાળાને એક એકટીવા મોટર સાયકલ કિ.રૂ઼ ૧૫૦૦૦/- સાથે ઝડપી પાડી મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે બે દિવસ પહેલા જેલ રોડ, સામવેદ કોમ્પલેક્ષના પાર્કીગમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleકલાત્મક રાખડીઓનું બજારમાં વેચાણ
Next articleસત્ય વચન, નિર્મળ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરૂણા : મોરારિબાપુ