મહિલા સશક્તિકરણ પખવાડિયાના આઠમાં દિવસ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ

636

મહિલા સશક્તિકરણ પખવાડિયાના આઠમાં દિવસે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ભાવનગર અને આઈ.સી.ડી.એસ. ની કચેરી, ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ તાલુકાઓની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ તેમજ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી વર્કર, હેલ્પર, સુપરવાઈઝર બહેનો, સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી અને જે તે ગામની સ્થાનિક લાભાર્થી મહિલાઓને સ્વચ્છતાના વિવિધ મુદ્દાઓ અને તેનું જીવનમાં શું મહત્વ છે તે બાબતે રજુઆત કરવામાં આવી.તેમજ ઉપસ્થિત બહેનોને મહિલા સશક્તિકરણ પખવાડિયાણી ઉજવણી, મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, બાબતે તેમજ વિવિધ સંસ્થાઓ જેવીકે મહિલા શક્તિ કેન્દ્ર,ભાવનગર.ર્ ંઓએસસી , ભાવનગર, પીબીએસસી, ભાવનગર અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ભાવનગર ના કેન્દ્રના હેતુ તેમજ કામગીરી વિષે માહિતી આપવામાં આવી. તેમજ કૃમિ મુક્તિ માટે ર૫ અખ્વ બાબતે માહિતી આપવામાં આવી અને કૃમિનાશક દવા ગળાવવા બાબતે વાત કરવામાં આવી.

Previous articleચિત્રા ગાયત્રી ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ
Next articleદશમાને પ૬ ભોગ ધરાવાયો