વાણિજ્ય હેતુનાં વાહનો પર હવે તવાઇ આવશે

435

પાટનગરમાં વાહન ર્પાકિંગ માટે અડચણ બનતા ગેરકાયદે બાંધકામ ખુલ્લા કરવાની સાથે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં હવે ફૂટપાથ અને ર્પાકિંગની જગ્યામાં મોડીફાઇડ વાહનો મુકીને ખાણી પીણીનો વ્યવસાય કરનારા પર તવાઇ લાવવામાં આવનાર છે.

તેના માટે મહાપાલિકા, પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ વાહનનું એકવાર પાસિંગ થઇ ગયા પછી તેમાં કોઇ પ્રકારે ફેરફાર કરવામાં આવે તો તેનું નવેસરથી આરટીઓ પાસિંગ કરવાનું ફરજિયાત છે અને તેમ ન કરે તો વાહનનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યારે મોડીફાઇડ કરેલા રીક્ષા અને વેન તથા નાના ટેમ્પો સહિતના વાહનો ર્પાકિંગ અને ફૂટપાથની જગ્યામાં મુકીને વેપાર કરનારાઓને હાંકી કાઢવા તખ્તો તૈયાર કરી દેવાયો છે અને તે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.

મહાપાલિકાના અધિકારીઓ દ્વારા આ મુદ્દે પોલીસ તંત્ર સાથે વાતચીત કરી લેવામાં આવી છે અને આરટીઓ સાથે પણ ચર્ચા કરી લેવાની શક્યતા છે. કાયદા અને નિયમોના અભ્યાસ બાદ નગરમાં ખાણી પીણી સહિતના વેપાર માટે મોડીફાઇડ કરીને ઉપયોગમાં લેવામાં આવતા વાહનો પર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.

આવા વાહનો દરેક સેક્ટરમાં, વાણીજ્ય વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર અડચણ બને તે પ્રકારે જ મુકીને અસ્થાયી છતાં કાયમી ધોરણના દબાણ કરવામાં આવતા હોવાથી તેના કારણે પણ આડેધડ ર્પાકિંગ અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવનાર છે.

Previous articleગાંધીનગરમાં સેકટરોના એપ્રોચ રોડને ફોરલેન કરાશે
Next articleમચ્છરોનું બ્રિડીંગ મળી આવતા ૧૧ સાઇટને નોટિસ ફટકારાઇ