બીલા ગામેથી ચોરીનો સામાન અને જામગરી બંદુક સાથે બે ઝડપાયા

767

ભાવનગર,એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોને  ભાવનગર શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની તથા ગે.કા. હથીયાર રાખતા ઇસમોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન બીલા ગામે આવતા જે.આર.આહિર તથા નરેશભાઇ બારૈયાને સયુકત હકિકત મળેલ કે, બીલા ગામે પાણીના ડાર માંથી સબમર્શીબલ મોટર તથા વાયરની ચોરી થયેલ હોય જે મોટર અને વાયર બીલા ગામે રહેતા અબ્બાસભાઇ ઉર્ફેગીલી કાદરભાઇ અગવાનના ઘરે પડેલ છે. જે હકીકત આધારે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ પંચો સાથે ઝડતી તપાસ કરતા સદર જગ્યાએ એક ઇસમ હાજર હોય જેનુ નામ અબ્બાસભાઇ ઉર્ફે ગીલી કાદરભાઇ અગવાન ઉ.વ.૨૮ હોવાનુ જણાવેલ મજકુરને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા (૧) પાણીની ઇલેકટ્રીક મોટર નંગ-૩ કિ.રૂ.૨૪,૦૦૦/- (૨) થ્રીફેઇજ કેબલ ૪૦૦ ફુટ કિરૂ.૧૦,૦૦૦/-  (૩) ઝટકા મશીન નંગ-૪ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી આવતા જેના આધાર બીલ પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું અને ફર્યું-ફર્યું બોલતો હોય. જેથી મજકુરે આ પાણીની ઇલેકટ્રીક મોટર તથા થ્રીફેઇજ વાયર તથા ઝટકા મશીન ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય. જે નો મુદામાલ સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ. મજકુરની પુછપરછ દરમ્યાન ઝટકા મશીન ચોરી કરવામાં તેની મિત્ર સલીમભાઇ હુસૈનભાઇ લાડક  હોવાનુ અને અન્ય ઝટકા મશીન તેના ઘરે હોવાનુ જણાવતા પંચો સાથે સલીમભાઇના ઘરે જતા અને પંચો સાથે ઝડતી તપાસ કરતા સદર જગ્યાએ એક ઇસમ હાજર હોય જેનુ નામ સલીમભાઇ ઉર્ફે ડફેર હુસૈનભાઇ લાડક ઉ.વ.૨૨ હોવાનુ જણાવેલ મજકુરને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા (૧) ઝટકા મશીન નંગ-૫ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી આવતા જેના આધાર   કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ. મજકરુ ઇસમના રહેણાંકના ઝુપડાની ઝડતી તપાસ કરતા તેના ગોદડા માંથી એક દેશી બનાવટની જામગરી બંધુક મળી આવતા મજકુર ઇસમને તેના કબજામાં રહેલ બંધુક રાખવા અંગે સક્ષમ અધિ.એ આપેલ પરવાનો (લાયસન્સ) હોય તો રજુ કરવા કહેતા નહી હોવાનું જણાવતા મજકુર ઇસમે ગે.કા. લાયસન્સ વગર પોતાના કબ્જાના રહેણાંકના ઝુપડામાં દેશી બનાવટની જામગરી બંધુક રખેલ હોય જેથી મળી આવેલ દેશી બનાવટની જામગરી બંધુકની કિ.રૂ.૧૫૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી મજકુરને આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧),(૧ બી) , છ મુજબના ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.

Previous articleવલભીપુરમાં પાંચ, ઉમરાળા પંથકમાં ધોધમાર ૪ ઈંચ વરસાદ
Next articleનડિયાદમાં રહેણાક એપાર્ટમેન્ટ ધરાશાયી, અનેક લોકો દટાયા