શહેરભરમાં અનેક લોકો દ્વારા શ્રાવણ શુદ એકમથી દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ સુધી ઘરમાં માતાજીની મુર્તિની સ્થાપના કરી. પુજા-અર્ચના કરી વ્રત કરેલ દસ દિવસ પુર્ણ થતા આજે વહેલી સવારે દશામાની મુર્તિઓનું ભાવિકો દ્વારા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મુર્તિનું વિસર્જન કરવા જુના બંદર દરિયે તેમજ બોરતળાવ સહિત જળાશયો ઉપર ભીડ જામી હતી.
















