સિદસર રોડ પર જુગાર રમતા છ શકુની ર૦ હજારની રોકડ સાથે ઝબ્બે

538

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તાથ ચિંતનભાઇ મકવાણા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે સીદરસર રોડ ચંદ્ર પ્રકાશ રેસીડન્સી શેરી નં-૧ ના નાકા પાસે  જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ જેમાં અકબરભાઇ અમીનભાઇ કેશવાણી ઉવ-૪૦ , પ્રિયાંશુભાઇ બાબુભાઇ ઝલા ઉવ.૩૮, મનીષભાઇ નારણભાઇ બારૈયા ઉવ. ૩૫ , મિતેષભાઇ ભરતભાઇ પોપટાણી ઉવ. ૨૨ , શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા ઉવ. ૨૯ , વિશાલભાઇ હરેશભાઇ દિહોરા ઉવ. ૩૪ ભરતનગર સામે ભાગ્યોદય સોસાયટી પ્લોટ નં- ૨૬ ભાવનગર વાળા ગંજીપાના ના પાના તથા રોકડ રૂ.૨૦,૬૬૦/- સાથે મળી આવતા તમામ ઇસમો સામે જુગાર ધારા -૧૨ મુજબ ની ફરીયાદ કરી ભરતનગર પો.સ્ટેમાં ગુન્હો રજી. કરાવેલ છે.

Previous articleસિહોરના પ્રગટેશ્વર મેળામાં ભાજપનું સદસ્યતા અભિયાન
Next articleસતત ૮ કલાક સુધી ૪ ફૂટ ઊંડા પાણીમાં રહી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો  શરૂ કરાયો