એમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા એક કારીગરનું મોત

536

સુરત શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે. સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલ લકી ટિમ્બરની ગલીમાં જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગી જવા પામી હતી. આગના કારણે કારખાનાની અંદરથી તાળું મારી સૂતેલો કારીગરનું ગુગળાઇ જવાતી મોત નીપજયું છે. આઠ દિવસ પહેલા ગામથી આવેલો મૂળ બિહારનો વતની ૩૦ વર્ષીય સૂરજ બોહારી કારખાનામાં એમ્બ્રોડરી ઓપરેટર તરીકે કામ કરી કારખાના માજ રહેતો હતો .ગત રોજ રક્ષા બંધન હોવાતી કારખાનામાં રજા હતી.

કારીગર સુરજ કારખાના દરવાજાને તાળું મારી એકલો સૂતેલો હતો રાત્રી દરમિયાન ૧૧ વાગ્યાના અરસામાં આચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા કારીગર એ પોતાનો જીવ બચાવવા કારખાના માલિકને આગની ઘટનાને લઈ કોલ કરી જાણ કરી હતી કારખાના માલિકે ખાતામાં રાખેલ ફાયર સાધન વડે આગને કાબૂમાં મેળવી તેનો બચાવ કરવા જણાવ્યું હતું પણ તેણે ફાયર સાધન ઓપરેટ કરતા ન આવતા હોવાનું જણાવ્યું હતું ફોન પર વાત કરતા કરતા તેનો સંપર્ક તૂટી ગયો હતો.

Previous articleભાભીએ આખી જિંદગીના પાલન પોષણથી છૂટકારો મેળવવા દિવ્યાંગ દિયરની હત્યા કરી
Next articleબે માળનું મકાન ધરાશાયી થતાં બેનાં મોત, ચારને બચાવાયા