બે માળનું મકાન ધરાશાયી થતાં બેનાં મોત, ચારને બચાવાયા

390

જામનગરમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલો છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે હાલ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ સહિત જિલ્લા કેલેક્ટર સહિતના તમામ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે, આ મકાનના કાટમાળમાં ૭ વ્યક્તિઓ દબાયા હતા જેમાંથી ૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ એક વ્યક્તિ દબાયેલો છે અને તેને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.આ મકાન બે માળનું હતું. આ મકાનમાં એક મુસ્લિમ પરિવાર રહેતો હતો. જો કે, આ મકાનનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું. તેથી કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. આ ઘટનાને લઇને આસપાસના સાથનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ મકાન સાંકડી ગલીમાં આવેલું હોવાથી રેસ્ક્યૂમાં ખૂબ તકલિફ પડી રહી છે.

Previous articleએમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા એક કારીગરનું મોત
Next articleધ્વજવંદન વખતે વીજ કરંટથી બે વિદ્યાર્થીનાં કરુણ મોત