બરવાળામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

451

બરવાળા તાલુકામાં ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ નિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તાલુકાની સરકારી કચેરીઓ તેમજ શાળાઓ ખાતે ધ્વજવંદન ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા ખાતે નગરપાલિકા તાલુકા પંચાયત તેમજ સરકારી શાળાઓ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી બરવાળા તાલુકા પંચાયત ખાતે વિરેન્દ્રભાઇ ખાચર (પ્રમુખ) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બરવાળા નગરપાલિકા ખાતે પ્રતાપસંગભાઈ બારડ ( પ્રમુખ) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં બળવંતસિંહ મોરી, દીલૂભા ઝાલા, નટુભાઈ વાઘેલા, સહિતના ચૂંટાયેલા સદસ્યો ગામના આગેવાનો ભાજપ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અન્વયે બરવાળા નગરપાલિકા ના શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ ને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

Previous articleબરવાળા પંથકમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
Next articleબાબરામાં તસ્કર ગેંગનો આતંક પાંચ બુકાનીધારી ધાર્મિક હવેલીમાં ત્રાટકયા