શિક્ષકો સાવધાન..!! હવે નહિ મળે પ્રાઈવસી, ‘કાઇઝાલા’ ડાઉનલોડ કરવા આદેશ

755

રાજ્યમાં શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા શિક્ષણ સચિવ દ્વારા શિક્ષકોની પળે-પળની હલચલ જાણવા માટે નવો કિમીયો અજમાવી ‘કાઇઝાલા’ નામની એપ ડાઉનલોડ કરવા તમામ શિક્ષકોને ફરમાન કર્યું છે. જો કે, શિક્ષણ સચિવનાં આ ફરમાનને લઇને રાજ્યભરમાં હંગામો મચી ગયો છે અને શિક્ષકો પોતાની પ્રાઇવસી નહીં રહે તેવું કારણ આગળ ધરી રાજ્યનાં શિક્ષક સંઘે આ એપ ડાઉનલોડ કરવાની મનાઈ ફરમાવી દીધી છે.

૧૪મી ઓગસ્ટનાં રોજ રાજ્યભરનાં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે વિડીયો તેમજ ઓડિયો મેસેજથી શિક્ષકોને પોતાના સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ ‘કાંઈ ઝાલા’ એપ ડાઉનલોડ કરવા જણાવાયું હતુ. આ એપનો રાજ્ય શિક્ષણ સંઘે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.રાજ્યનાં તમામ પ્રાથમિક શિક્ષાણાધિકારીને શિક્ષણ સચિવે સંદેશો આપીને સરકારી શાળાનાં શિક્ષકોએ પોતાના સ્માર્ટ ફોનમાં ‘કાંઈ ઝાલા’ ડાઉનલોડ કરવા ફતવો બહાર પાડ્યો છે. સંઘનું કહેવું એમ છે કે શિક્ષકોનું લોકેશન આ એપથી જાણી શકાશે અને આ ફતવાથી શિક્ષકોની પ્રાયવેસી ખતમ થઇ જશે.કેટલાક સંઘોએ પોતાના સભ્ય શિક્ષકોને મેસેજ કરીને આ એપ ડાઉનલોડ ન કરવી, એવી સૂચનાઓ આપી દીધી છે. ‘કાઇઝાલા’ એપ શિક્ષકો ઉપર સી.સી.ટી.વી. કેમેરા સમાન છે. શિક્ષકોનું લોકેશન આ એપ મારફતે મળી જતું હોય શિક્ષક દિવસ દરમિયાન શું કરે છે? તે સહીતની તમામ વિગતો ગાંધીનગર બેઠા ઉચ્ચ અધિકારીઓ જાણી શકે છે.

 

Previous articleજમ્મુ કાશ્મીર : પાંચ જિલ્લામાં ટુજી ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરાઇ
Next articleઆવક ઘટી જતા ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો