જમ્મુ કાશ્મીર : પાંચ જિલ્લામાં ટુજી ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરાઇ

402

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આના ભાગરૂપે સ્થિતી ઝડપથી સામાન્ય પણ બની રહી છે. જમ્મુમાં તો સ્કુલ અને કોલેજ પહેલાથી જ ખુલી ગયા બાદ હવે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. જમ્મુમાં ટુજી સ્પીડની સાથે નેટ સેવા નેટ સેવા ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. કાશ્મીરમાં લેન્ડલાઇન સેવા પહેલાથી જ શરૂ કરવામા ંઆવી ચુકી છે. રાજ્યના મુખ્ય સચિવ બીઆર સુબ્રમણ્યમે રાજ્યમાં જારી અંકુશોને હળવા કરવાના સંકેતો શુક્રવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણના ૧૭ એક્સચેંજમાં લેન્ડલાઇન સેવા શનિવારના દિવસથી ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. અધિકારીઓએ કહ્યુ છે કે ૧૦૦થી વધારે ટેલિફોન એક્સચેંજમાંથી ૧૭ને પુનસ્થાપિત કરી દેવામાં આવી છે. આ એક્સચેંજ મોટા ભાગે સિવિલ લાઇન્સ ક્ષેત્ર, છાવમી ક્ષેત્ર, શ્રીનગર જિલ્લાના વિમાનીમથકની પાસે રહેલા છે. મધ્ય કાશ્મીરમાં બડગામ, સોનમર્ગ અને મનિગમમાં લેન્ડલાઇન સેવા ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તર કાશ્મીરના ગુરેજ, તંગમાર્ગ, ઉરી કેરન કરનાહ અને તંગધાર વિસ્તારમાં સેવા ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરમાં કાજીગુન્દ અને પહેલગામ વિસ્તારમાં પણ સેવા ફરી શરૂ કરવામાં આવી ચુકી છે.

કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા  બાદ કેટલાક વિસ્તારોમાં હજુ પણ તંગ સ્થિતી બનેલી છે. આ કલમ નાબુદ કરવામાં આવ્યા બાદ પાંચ ઓગષ્ટથી અહીં મોબાઇલ અને ફોન તેમજ લેન્ડલાઇન સહિતની ટેલિફોન સેવા સ્થગિત કરવામાં આવી હતી. પ્રદાન સચિવે આજે સવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે સોમવારના દિવસે ખીણમાં પ્રાઇમરી સ્કુલો ખુલી જશે. જો કે સિનિયર ક્લાસીસના સ્કુલો  થોડાક મોડેથી ખુલી શકે છે. કાશ્મીર તો સ્થિતી બિલકુલ સામાન્ય બની ચુકી છે. વાહનોની અવરજવર પણ સામાન્ય બની ચુકી છે. કાશ્મીર ખીણમાં ૯૬ પૈકી ૧૭ ટેલિફોન એક્સચેંજ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલ સુધી અન્ય એક્સચેંજ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. આ ઉપરાંત ૩૬ પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં લાગુ સંચારબંધીને હળવી કરી દેવામાં આવી છે. તપાસ સંસ્થાઓના અધિકારી સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા અંકુશ હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. અંકુશોને દુર કરતી વેળા તમામ કાળજી રાખવામાં આવી રહી છે. કલમ ૩૭૦ નાબુદ કરવામા ંઆવ્યા બાદ સ્થિતી તંગ બનેલી હતી. જે વિસ્તારમાં હિંસાની દહેશત રહેલી છે ત્યાં અંકુશ હજુ પણ લાગુ છે. કાશ્મીરમાં સાવચેતીના પગલારૂપે પાંચ જિલ્લામાં હજુ પણ અંકુશ લાગુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં શનિવારના દિવસથી ટેલિકોમ સેવાઓ ફરી સ્થાપિત કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્કુલ કાશ્મીર ખીણમાં સોમવારના દિવસથી સ્કુલ અને કોલેજ પણ ફરી ખોલી દેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે પ્રદેશમાં ૨૨માંથી ૧૨ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. આ ઉપરાંત પાંચ જિલ્લામાં સાવચેતીના પગલારૂપે આંશિક પ્રતિબંધ લાગુ કરવામાં આવેલા છે. શનિવારે આજે સવારે મળેલી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના ઉધમપુર,રિયાસી, કઠુઆ, સાંબા અને જમ્મુ શહેરમાં ટુજી ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી ચુકી છે.આની સાથે સાથે આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવ્યા નથી. કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા ફરી સ્થાપિત કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. આજે મળેલી માહિતી મુજબ જમ્મુકાશ્મીરના ઉધમપુર, રિયાસી, કથુઆ, સાંબા અને જમ્મુ શહેરમાં ટુજી ઇન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવી ચુકી છે. આની સાથે સાથે આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના અંકુશ લાગુ કરવામાં આવ્યા નથી. અદિકારીઓએ કહ્યુ છે કે કાશ્મીરમાં ઇન્ટરનેટની સેવાને ફરી શરૂ કરવાનો નિર્ણય તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ કરાયો છે. બીજી બાજુ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોને પણ સ્થિતીને ધ્યાનમાં લઇને મુક્ત કરવામાં આવનાર છે.

Previous articleરાજૌરીમાં પાકિસ્તાનનો ફરી વખત ભીષણ ગોળીબાર : જવાન શહીદ
Next articleશિક્ષકો સાવધાન..!! હવે નહિ મળે પ્રાઈવસી, ‘કાઇઝાલા’ ડાઉનલોડ કરવા આદેશ