ભગવાનેશ્વર મંદિરે અમરનાથના દર્શન…

502

ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાના પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે ભાવનગર શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં પૂજન અર્ચન અને દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. સવારથી જ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજન અર્ચન કરી જલાભિષેક કર્યો હતો. શહેરના વિવિધ શિવાલયોને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં સુભાષનગર ખાતે આવેલ ભગવાનેશ્વર મંદિરે બરફના શિવલિંગ બનાવી ભાવિકોને અમરનાથના દર્શન કરાવ્યા હતા. જેના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા.

Previous articleરાજપરા ખોડિયારથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે ૧ ઝબ્બે
Next articleભાવનગરમાં શ્રાવણીયા જુગાર પર પોલીસનો સપાટો : ૧૯ ઝબ્બે