રાંધણ છઠ્ઠનું મહત્વ

872

શ્રાવણ વદ છઠ્ઠને બુધવાર તા. ર૧-૮-૧૯ના દિવસે રાંધણ છઠ્ઠ છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવતી નથી આથી મહિલાઓ છઠ્ઠના દિવસે અવનવી વાનગી અને રસોઈ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલ્લો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા કંકુ ચંદન ઓખા અબીલ ગુલાલથી ચુલ્લાનું પુજન કરવામાં આવે છે. જયોતિષીની દ્રષ્ટીએ જોઈએ તો છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સુર્ય છે સુર્યમાં અગ્નિ તત્વ રહેલ છે. રસોઈમાં અગ્નિ તત્વનું વધારે મહત્વ છે. તે ઉપરાંત રસોઈ ઘરમાં અન્નપુર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું પણ અનેરૂ મહત્વ છે. અને રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે. ચુલ્લો ઠારવાનું મુહુર્ત રાત્રે ૮.૩૭ થી ૧૦ અત્યારના જમાનામાં બધાની ઘરે ગેસ ચુલ્લા આવી ગયેલ છે તો તેનું પણ પુજન કરી શકાય છે.

શાસ્ત્રી રાજદીપ જોષી

Previous article૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર મોટેરાનું ૯૦ ટકા કામ પૂર્ણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે