વલભીપુરની કુકડીયા હાઈ.માં વૃક્ષારોપણ

276

તા. ર૦-૮-ર૦૧૯ના રોજ વલભીપુરની એસ.પી. કુકડિયા હાઈસ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણની જાળવણીના ઉદ્દેસ્ય સાનથે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ -૯ તથા ૧૦ના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. શાળાના શિક્ષણ દ્વારા વૃક્ષારોપણ અંગેનું મહત્વ સમજાવી કુલ ૧૧ વૃક્ષો વાવી વૃક્ષ જાળવણીના સંકલ્પ કરેલ. વિદ્યાર્થીઓ દ્વારા ગુલમહોર, દાડમ, બંગાળી બાવળ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. જેમાં શાળાના આચાર્યત થા શિક્ષકગણ પણ જોડાયેલ.