નકલી પોલીસ બની બળજબરીથી પૈસા પડાવવાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

335

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાંન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન  ભયપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસના સંવાગમાં અપહરણના  ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રમણીક ઉર્ફે મુન્નો લાલજીભાઇ ડોડીયા/લુહાર મિસ્ત્રી ઉવ. ૩૫ રહે. જેસર વાળો સરદાર પટેલ સ્કુલ સામે જાહેર રોડ ઉપરઉભો છે.  જે હકિકત અઆઘારે બાતમી વાળા સ્થળ ઉપર આવી તપાસ કરતા મજકુર રમણીક ઉર્ફે મુન્નો લાલજીભાઇ ડોડીયા રહે કાળીયા બીડ હિલપાર્ક હિલસન એપાર્ટમેન્ટ નં-૧ ચોથા માળે ભાવનગર વાળો હાજર મળી આવતા મજકુરની પુછપરછ કરતા મજકુરે કબુલાત આપતા મજકુર નિલમબાગ પો.સ્ટે. મુજબ ઘોરણસર અટકાયત કરી મજકુરને નિલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગરમાં આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.