ગુજરાતની મહાપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો ને સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૨૦૦૦ કરોડની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ભાવનગર મહાનગરપાલિકા ને રૂ. ૫૧.૮૭ કરોડ ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.જેનો ચેક મુખ્યમંત્રીના હસ્તે મેયર મનહરભાઈ મોરી, કમિશનર એમ એ ગાંધી,ડે. મેયરઅશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યાએ સ્વીકાર્યો હતો. આ સમયે રાજયમંત્રી વિભાવરીબેન હાજર રહ્યા હતા.