ભાવનગરના ૪ યુવા તેજસ્વી તારાલઓનું કરાશે બહુમાન

754
bvn2722018-3.jpg

વિવિધ ક્ષેત્રે ભારતનું તથા ભાવનગરનું ગૌરવ વધારનાર ચાર યુવા તેજસ્વી તારાલઓનું સન્માન કરવાનો કાર્યક્રમ તા. ર૮-ર-ર૦૧૮ને બુધવારે સવારે ૧૧ વાગે શહેરના યશવંતરાય નાટયગૃહમાં યોજવામાં આવ્યો છે. ગ્રીનસીટી, શેઠબ્રધર્સ અને સોરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે ભાવેણાના ચાર યુવાન પ્રતિભાઓ હાર્વિક દેસાઈ, જાનવી મહેતા, ચિત્રાંગ પટેલ અને જીત ત્રિવેદનો સન્માન સમારોહ યોજાશે. જેમાં ભાવનગરના ઉગતા ક્રિકેટર હાર્વિક દેસાઈ કે જે હાલમાં અંડર-૧૯ના વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમ તરફથી રમી રહ્યો હતો. યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતને અનેક ગોલ્ડ મેડલ અપાવનાર તથા મીસ યોગીની ઓફ વર્લ્ડનું બીરૂદ મેળવનાર જાનવી મહેતા, રાષ્ટ્રીય કક્ષાએ ઝળકનારા ચિત્રાંગ પટેલ અને આંખે પાટા બાંધીને અવનવા વર્લ્ડ રેકોર્ડ કરનારા જીત ત્રિવેદીનું મેયરના હસ્તે ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવશે. 
આ સમારંભમાં મેયર નિમુબેન બાંભણીયા ઉપરાંત પ.પૂ. સ્વરૂપાનંદ સરસ્વતીજી તથા યુવરાજકુમાર જયવિરરાજ સિંહજી પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ભાવનગરની જે કોઈપણ સંસ્થાઓ બહુમાન કરવા ઈચ્છુક હોય તો તેઓએ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો સંપર્ક કરવા જણાવાયું છે.