અપહરણ કરી બળબજરીથી નાણા પડાવવાના ગુનાનો આરોપી ઝબ્બે

484

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર  ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક્  ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની રાહબરી નીચે  પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામે વોન્ટેડ આરોપી હિતેષગીરી ચંદુગીરી ગૌસ્વામી ઉ.વ. ૪૨ રહેવાસી નીલમણીનગર પ્લોટ નંબર ૪૩૯૭ કાળીયાબીડ ભાવનગરવાળાને કાળીયાબીડ સરદાર પટેલ સ્કુલ પાસેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

Previous articleદયારામ બાપા પ્રા.શાળામાં જન્માષ્ટમી ઉત્સવ
Next articleતક્ષશિલા ખાતે મટકી ફોડનું કાર્યક્રમ યોજાયો