સભામાં ભુદેવો વિરૂધ્ધ ભડકાઉ ભાષણ કરનાર ધાપા સામે પગલા ભરવા માંગ

544

સાણંદ ના દેવતી ગામે થોડા સમય પહેલા કોઈ રાજકીય પાર્ટીની સભામાં બ્રાહ્મણો વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બ્રાહ્મણોને તથા અન્ય કોમો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાના મલિન ઇરાદે ભડકાવ તેમજ ઉશ્કેરણી જનક ભાષણ ભરી સભામાં કરી વાતાવરણ તેમજ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ભાવનગર ઘોઘા રોડ પર  રહેતા ધરમશી ધાપા વિરુદ્ધ સિહોર બ્રહ્મસમાજ દ્વારા મામલતદાર  ને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી ત્યારે સિહોર પોલીસ મથકે પણ કોપી આપી આવા લોકો ભરી સભામાં બેફામ વાણી વિલાસ છોડી ગુજરાતની સાથે સાથે દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ની ઉપર વહેલાસર યોગ્ય ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

Previous articleલોંગીયા ગામે વૃધ્ધાની કરપીણ હત્યા
Next articleકુંભણ ગામે કોળી જ્ઞાતિનો સન્માન સમારોહ યોજાયો