અનિદ્રાથી બચવા માટે

624

ઉંઘ અથવા નિદ્રો માનવીને કુદરત તરફથી મળેલ અણમોલ વરદાન છે. મનદુરસ્તી માટે અને મનદુરસ્તી માટે પણ ઘસઘસાટ (જરૂરી કલાકો માટે)ઘઉ જરૂરી છે. નવજાત શીશુને ૧૮ થી ૨૦ કલાકની ઉંઘ જરૂરી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઉંઘના કલાકો ઘટે છે. વૃધ્ધાવસ્થામાં ૪ થી ૫ કલાકની ઉંઘ પુરી થઈ પડે છે. યુવાવસ્થામાં ૬ થી ૮ કલાકની ઉંઘ જરૂરી હોય છે.

આજના આ ઝડપી અને તાણયુક્ત જીવનમાં ઉંઘ ન આવવી અથવા બરાબર ન આવવી એ એક સામાન્ય બાબત બનતી જાય છે. યુવાનો અને વૃદ્ધોને આ સમસ્યા વધુ નડે છે. સારી ઉંઘ મેળવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરીએ અને નીચેના ઉપાયોને અમલમાં મુકીએ તો મહદ અંશે અનિદ્રાનાં વ્યાધિમાંથી મુક્ત થઈ શકીએ.

૧) માનસિક તૈયારી : મનને મક્કમ કરીએ કે અનિદ્રિાથી બચવુ જ છે તો અન્ય ઉપાયો જરૂર મદદરૂપ થશે.

૨) ઉંઘ દરસ્થાન મન અને શરીરને પુરતો આરામ મળે છે. તેથી આરોગ્ય સારૂ રહે છે. આ વાત આપણા મનમાં બરાબર કસી જવી જોઈએ.

૩) શારિરીક આરોગ્ય સારૂ ન હોય તો પણ નિદ્રા દુર ભાગે છે. માટે તંદુરસ્તી માટેના નિયમો સમજી અને તેનો અમલ કરી શરીરનું આરોગ્ય વધારવું આમ તંદુરસ્તી અનિદ્રાને ભગાડે છે. તેવી જ રીતે અનિદ્રા તંદુરસ્તીને બગાડે છે. આવુ જ મનદુરસ્તી માટે પણ સાચુ છે. આમ તનદુરસ્તી, મનદુરસ્તી અને ઉંઘ એક બીજાનાં પૂરક છે.

૪) સુતી વખતે હળવા અને ખુલતાં કપડા પહેરવા ચુસ્ત કપડા, ભારે ધાબળા ગોદડાને દુર રાખવા.

૫) ઉંધા સુવાની કે સીધા સુવાની કુટેવથી બચવું. સીધા સુઈએ હાથ છાતી પર હોય તો ભયાનક સ્વપ્ન આવવાની સુઈને હાથ છાતી પર હોય તો ભયાનક સ્વપ્ન આવવાની શક્યતા વધુ છે. માટે પડખા ભર સુવાની ટેવ પાડવી. કેટલાક તજજ્ઞોના મત અનુસાર ડાબે પડખે સુવુ સારૂ.

૬) સુવાના ઓરડામાં પુરદતી હવાથી અવર જવર જરૂરી છે. બંધીયાર કે અવાવરૂ કે અંધારી જગામાં ન સુવું.

૭) ચિંતા તથા તાણ મુક્ત બનીને સુવા માજે જવુ. દિવસ દરમિયાન પણ નિત્યક્રમમાં તાણ, વ્યાધિ, ગુસ્સો કે ઉગ્રતા ન આવે તે માટે પ્રયત્નશીલ રહેવું.

૮) આનંદી, હસમુખો અને સરળ સ્વભાવ અનિદ્રાને દુર રાખશે.

૯) નિષ્ણાંતની સલાહ વિના ઉંધ લાવવાની ગોળી ન લેવી.

૧૦) જાગવા માટેની ગોળીઓ (ખાસ કરીને પરિક્ષા સમયે)પણ અનિદ્રાનો વ્યાધિ નોતરે છે.

૧૧) રાત્રે સુતા પહેલા ૨ કલાક આગઉ જમી લેવું રાતનું ભોજન હળવું અને પચી જાય તેવું હોવુ જોઈએ.

૧૨) ખોરાકમાં ફળાફળાદી લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો.

૧૩) કબજીયાતથી બચવું.

૧૪) સુતા પહેલા કુદરતી હાજતે જઈ આવવું. રાત્રે પેશાબની હાજતે થાય તો ઉંઘમાં ખલેલ પડે છે.

૧૫) બની શકે તો સુતા પહેલા સ્નાન કરવું અથવા બંને પગને હુફાલા પાણીમાં ૧૦ થી ૧૫ મીનીટ બોળી રાખવા પછી સુવા માટે જવુ.

૧૬) સુતા પહેલા ઉગ્ર વાતચિત, ચર્ચા કે ઉગ્ર વાંચન ન કરવું.

૧૭) સાંજે ૭ પછી ચા, કોફી જેવા પીણા ન પીવા.

૧૮) સુવાનો સમય તથા સવારે ઉઠવાનાં સમયમાં શક્ય તેટલી નિયમિતતા એ અનિદ્રાની બચવાનો જરૂરી ઉપાય છે.

૧૯) ખોટા ઉજાગરા ન કરવા.

૨૦) રોજિદા ખોરાકમાં તેલ મરચુ, મસાલા, વાસી ખોરાક, બજારૂ ખોરાક ન લેવો. સમતોલ સાદો છતા પોષ્ટીક આહાર લેવો.

૨૧) સુવાનાં કમરામાં પ્રકાશ ન આવવા દેવો અંધારામાં ઉઘ ન આવો તો ઓછા પ્રકાશ આપે તેવો ઝીરો બલ્બ વાપરવો.

૨૨) સુતા પહેલા ૧) ઉમદા પુસ્તકનું વાંચન ૨) ઈષ્ટદેવ (અલ્લાહ-ઈશ્વર કે ગોડ)જેમાં શ્રધ્ધા હોય તેનું સ્મરણ ૩) મન તથા તનને મોકળુ મુકી શીથીલ થવાની આદત વગેરે સારી ઉંઘ આવશે.

૨૩) સવાર સાંજ ચાલવાની ટેવ : ચાલવા સાથે ઉંડા ઉંડા શ્વાસ લેવાની ટેવ પાડવાથી અનિદ્રાથી બચી શકાશે.

૨૪) સુવા માટેની પથારી બહુ પોચી કે બહુ કઠણ ન હોવી જોઈએ.

૨૫) કોઈવાર કોઈ કારણસર ઉંઘ ન જ આવે તો તે માટે ચિંતા ન કરવી. આંખો બંધ કરીને આકા દિવસ દરમિયાન કરેલ કાર્યોને યાદ કરી. મનન કરવુ અને ભૂલ થઈ હોય તો તે ફરી ન થાય તે માટે નિશ્ચિય કરવો.આત્મ દર કરી હળવા બનવું. ઉઘ આવી જશે.

૨૬) ઉપરોક્ત ઉપાયો કરવા છતાં પણ અનિદ્રા દુર ન થાય તો તબીબની સલાહ લેવી. જદુર પડે તો નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી. કોઈવાર મનો ચિકિત્સકની સલાહ લેવા માટે તબીબ ભલામણ કરે તો નિઃસ્કોચ તેમ કરવું. કારણ કે ઘણાં કેસોમાં મનોચિકિત્સક (અનિદ્રાને ભગાડવામાં)સફળ થાય છે.

યુવાવસ્થામાં થતાં ખીલથી બચવા માટે

મોટાભાગનાં યુવાનો તથા યુવતી માટે યુવાનીમાં થતુ આ અનિવાર્ય અનિષ્ઠ છે. પરંતુ કેટલીક કાળજી લેવાથી તેની વૃધ્ધિ અટકાવી શકાય છે.

૧) ચહેરાને દિવસમાં ત્રણેક વખત ધુઓ. મો ધોવા માટે નવસેકુ ગરમ પાણી હોય તો વધુ સારૂ. હલ્કા સાબુનો ઉપયોગ ન કરવો.

૨) મો ધોયા પછી સાફ કપડા વડે પોચા હાથે મોં લુછવુ ચહેરાને બહુ ઘસવો હીતાવહ નથી.

૩) રૂ કે પાતળા કપડા વડે ‘એન્ટીસેપ્ટીક’દવા ચામડી પર લગાડવી, જેથી ચામડી પરની વધારાની ચીકાશ દુર થઈ જશે અને સાબુનો બાકી રહેલ શેષ ભાગ પણ દુર થઈ જશે.

૪) ક્રીમ કે લોશન ખીલ પર લગાડતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

૫) હલ્કા ક્રીમ ઘણીવાર ફાયદાને બદલે નુકશાન કરે છે. તબીબની સલાહ મુજબ જ યોગ્ય ક્રીમનો ઉપયોગ કરી જરૂર પડે તો એન્ટીબાયોટીક દવા તથા જરૂરી વિટામીનોનો કોર્સ પણ નિષ્ણાંત દ્વારા લેવો.

૬) ખીલ પરનાં સફેદ અથવા કાળા ભાગ (બ્લેક હેડ અથવા વ્હાઈટ હેડ)ને ખેચીને કદી પણ કાઢવા નહી અથવા તેને દબાવી તેમાંથી પસ કાઢવા પ્રયત્ન પણ ન કરવો, કારણ કે આમ કરવાથી ચેપ ફેલાશે અને ખીલની સંખ્યામાં વધારો થશે.

૭) મનની પ્રસન્નતા તાણ મુક્ત જીવન તથા વ્યાધિમુક્તિ જરૂરી છે. મોટે ભાગે સૌથી વધુ ચિંતા ખીલની જ હોય છે. તેઓએ ખીલ સાથે જીવતા (અને ખીલતા)શીખી જવાની કળા હસ્તગત કરવી જ રહી.

૮) ચરબીવાળા ખોરાકો (તૈલી પદાર્થો)ઘી, તેલ, માખણ, ચોકલેટ વગેરેનો ઉપયોગ બંધ કરવો. તીખા, તમતમતા તળેલા, ભારે પદાર્થો બંધ કરવા. હળવો પચી શકે તેવો ખોરાક લેવો. ફળફળાદિ લીલા શાકભાજી, દુઝ વગેરે વધુ પ્રમાણમાં લેવા.

૯) કબજીયાતને દુર કરવી. ટુકંમા નિયમિત જીવન, પ્રફુલ્લીત મન, સાદો ખોરાક અને જરૂર મુજબની ચહેરાની સફાઈ અને યોગ્ય સલાહ (ખાસ કરીને નિષ્ણાંત તબીબની)આટલું પ્રમાણિકપણે કરવાથી ખીલને કાબુમાં લઈ શકાશે.

Previous articleINX કેસ : ચિદમ્બરમની વિરૂદ્ધ ઇડીની અરજી પર આજે સુનાવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે