શિશુવિહાર દ્વારા ગણેશગઢ પ્રા.શાળામાં આરોગ્ય કેમ્પ

593

ભાવનગર  શહેર ની શિશુ વિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.૨૮/૮ ને બુધવારે ભાલ વિસ્તાર ના ગણેશગઢ ગામ ની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તાપસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તાપસ કરવામાં આવેલ. જેમા ૬૩  દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનો ને આરોગ્ય તાપસ કરીને ૭૦ દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૩૮ બાળકો ને હીમોગ્લોબિન તાપસી ને ૮ બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં  કલ્પેશ ભાઈ,સરપંચ  ટીનુ ભાઈ,શાળા નાં આચાર્ય  વિપુલભાઈ  લાલાભાઈ,ડૉ. જશુબહેન જાની, હિરેન ભાઈ  જાંજલ, મીના બહેન મકવાણા,  પ્રીતિ બહેન ભટ્ટ,  રેખા બહેન ભટ્ટ તથા રાજુ ભાઈ મકવાણા એ સેવા આપેલ.

Previous articleરેલ્વે સ્ટેશનોમાં મુસાફરોની સુવિધાઓનું સાંસદ ભારતીબેનના હસ્તે લોકાપર્ણ
Next articleરિસાઈને પિયર ગયેલી પત્નિ ઉપર પતિનું ધડાધડ ફાયરીંગ