રાણપુર તાલુકામાં રોગચાળો અટકાવવા જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરાઈ

482

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના તમામ ગામોમાં વાહકજન્ય(મચ્છર જન્ય) રોગચાળો ન ફેલાય તે માટે બોટાદ  જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી મુખ્ય મેલેરીયા અધિકારી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ,જાળીલા,ખસ અને ઉમરાળાના તમામ મેડિકલ ઓફીસર તથા તમામ સ્ટાફ દ્વારા મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્થાનીક પદાધિકારીઓ, આગેવાનોની હાજરીમાં જૈવિક બાયો મેજિક કામગીરીમાં પૌરા ભક્ષક માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવી ઉપરાંત જંતુનાશક દવેઓનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.આરોગ્ય કર્મચારીઓ તથા આશાબેનો દ્વારા ઘેર-ઘેર ફરી તાવના કેશોના લોહીના નમુના લઈ સારવાર આપવામાં આવી રહી છે.જાહેર બ્લેક બોર્ડમાં વાહકજન્ય રોગચાળાથી બચવા માટેના ઉપાયો લખાણ કરી લોકોને આરોગ્ય વિશે સમજાવવામાં આવી રહ્યા છે.આવા રોગચાળા થી બચવા માટે લોકોએ શુ કરવુ જોઈએ તે વીશે રાણપુર તાલુકા હેલ્થ ઓફીસર મીતેશ સાત્યકી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મેલેરીયા, ડેન્ગયુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય (મચ્છરજન્ય) રોગોથી બચાવવા માટે શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઈએ, મચ્છરથી બચવા માટે અગરબત્તી તથા ઓડોમસ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છરદાનીમાં સુવા માટેનો આગ્રહ રાખવો જોઈએ,સંધ્યા સમયે ઘરના બારી-બારણા બંધ રાખવા જોઈએ,લિંબડાના પાનનો ધુમાડો કરવો જોઈએ,પાણીના પાત્રો ને હવાચુસ્ત ઢાંકણ ઢાંકી પાણીનો સંગ્રહ કરવો જોઈએ,પાણી ની ટાંકી, ફુલદાની, નારીયેર ની કાછલી,ટાયરો,પક્ષીના પાણીના કુંડા જેવી વસ્તુઓને અઠવાડીયામાં એક વખત સાફ કરવા જોઈએ વાહકજન્ય રોગ જેવા કોઈપણ લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલ, આરોગ્ય કર્મચારી કે ડોક્ટર નો સંપર્ક કરવો જણાવાયું છે.

Previous articleરાણપુરમાં ઝવેરચંદ મેઘાણીની ૧ર૩મી જન્મજયંતિની ઉજવણી
Next articleદુધાળા ખાતે વતનપ્રેમી દાતાઓના સહયોગથી નિર્મિત જળાશયનું લોકાપર્ણ