તા.૩૦ને શુક્રવાર ના રોજ ભાદરવી અમાસ હોવાથી સિહોર બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાય છે જેમા ધણા વષઁ થી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા ફ્રી પીવાના પાણી નુ પરબ મંડાય છે અને લોકો ને પાણી પીવરાવી ભગીરથ સેવા કરવામાં આવે છે આ વખતે પણ આજરોજ બ્રહ્મકુંડ ખાતે આ ભાતીગળ લોકમેળા મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા પીવાના પાણી ના પરબ ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેમા ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ખાસ હાજર રહયા હતા જયારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, મુકેશભાઈ જાની, કિશનભાઇ મહેતા,કરીમભાઇ સરવૈયા વગેરે આગેવાનો એ સતત સેવા પુરી પાડી હતી.
















