બોગસ બિલો થકી ૭.પપ કરોડની ગેરકાયદે વેરાશાખ ભોગવતા ભાવનગરના બે ઝબ્બે

540

અમદાવાદ ખાતેના હ્યુગો મેટલના ધંધા સ્થળે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સ્થળતપાસ કરવામાં આવેલ. જેમાં હ્યુગો મેટલના નામે માલની ભૌતિક લેવડ-દેવડ વિના વેરાશાખની ગેરકાયદેસર તબદીલી સારૂ ફકત બિલો જ ઈસ્યુ કરેલ હોવાનું ધ્યાને આવેલ. આ ઉપરાંત હ્યુગો મેટલના દર્શાવેલ માલિક વિમલ ગોસ્વામી દ્વારા તેના સગાના નામે દત્તાત્રેય કોર્પોરેશનના નામે જીએસટી રજીસ્ટ્‌્રેશન મેળવવામાં આવેલ દત્તાત્રેય કોર્પોરેશન નામની પેઢીમાં પણ માલની ભૌતિક લેવડ-દેવડ વિના વેરાશાખની ગેરકાયદેસર તબદીલી સારૂ ફકત બીલો જ ઈસ્યુ કરેલ છે. આ બન્ને પેઢીઓમાં અંદાજે રૂા. ૬૭ કરોડના બોગસ બિલીંગના વ્યવહારો થયેલ હોવાનું ધ્ય્ને આવેલ.

આ પેઢીઓ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ બોગસ બિલોના આધારે ખોટી વેરાશાખ ભોગવનાર લક્ષ્મીનારાયણ ઈમ્પેક્ષનો નોંધણી નંબર વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઓથોરાઈઝડ વ્યક્તિ તરીકે તથા વિજય ચંદ્રકાંત ત્રિવેદીને પ્રોપરાઈટર તરીકે દર્શાવી મેળવવામાં આવેલ. દરોડાની કામગીરી દરમ્યાન શાંક મરીન સર્વીસીસ પ્રા.લી.ના ડિરેકટર અને લક્ષ્મીનારાયણ ઈમ્પેક્ષના ધંધાના વહીવટ સંભાળતા ઓથોરાઈઝડ વ્યક્તિ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ બે દિવસ સુધી તપાસ અધિકારી સમક્ષ હાજર થયેલ. લક્ષમીનારાયણ ઈમ્પેક્ષ દ્વારા હ્યુગો મેટલ (અમદાવાદ) અને દત્તાત્રેય કોર્પોરેશન (સાવરકુંડલા) પાસેથી રૂા. ૪૯.પ૪ કરોડની ખરીદી દૃશાવી રૂા. ૭.પપ કરોડની ગેરકાયદેસર વેરાશાખ મેળવેલ હોવાનું ધ્યાને આવેલ. આ ખરીદીઓ બાબતે વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ યોગ્ય ખુલાસો રજુ કરી શકેલ નહીં તથા તેઓના જપ્ત કરવામાં આવેલ ડિજીટલ ડેટામાંથી ઘણુ વધુ ઈન્ક્રીમીનટીંંગ સાહિત્ય મળી આવેલ. જે બાબતે પણ તેઓએ યોગ્ય ખુલાસો કરેલ નહીં.

તેજ  ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્ષ એકટ-ર૦૧૭ અને કેન્દ્રીય ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્ષ એકટ-ર૦૧૭ ની કલમ -૬૯ અન્વયે લક્ષ્મીનારાયણ ઈમ્પેક્ષના ઓથોરાઈઝડ વ્યક્તિ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ અને માલિક વિજય ચંદ્રકાંત ત્રિવેદીની તા. ૩૦-૮-ર૦૧૯ના રોજ ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે. અને તેઓએ ભાવનગર ખાતેની નામ. કોર્ટમાં રજુ કરતા નામ. કોર્ટે તેઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આ કેસોમાં વધુ તપાસની કામગીરી હાલ ચાલુમાં છે અને બોગસ બીલીંગના અનેક કરોડના વ્યવહારો મળી આવવાની સંભાવના છે.

Previous articleપર્યુષણના પાંચમાં દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી
Next articleક્રિમિયન કોન્ગો હેમરેજીક ફીવર નામનાં રોગ સામે જનજાગૃતિ ઝૂંબેશ શરૂ કરાઈ