ઢબૂડીમાંના નામે ધતિંગ કરતા ધનજીના અમદાવાદ ભાડાના ઘરે નોટિસ લગાવાઇ

535

થોડા દિવસથી ’ઢબુડી મા’ બનેલો ધનજી ઓડ ઘણો જ ચર્ચામાં છે. ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં તેણે થોડા સમય પહેલા ગાદી ભરી હતી. ત્યાં ધનજી અને ટીમે ગાદી ભરવાની પરવાનગી લીધી હતી પરંતુ પરવાનગી લીધા વગર ડ્રોન ઉડાવ્યાં હતાં. આ ઉપરાંત પોલીસને તે પોતાના અમદાવાદનાં ભાડાનાં ઘર પર ન મળતા ત્યાં નોટિસ લગાવવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. જ્યાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભીખાભાઇની ફરિયાદ નોંધાઇ છે તે અંગે પોલીસ તપાસ માટે પહોંચી હતી. પરંતુ ત્યાં ત્યારે કોઇ ન હતું. જેથી બંગ્લાની બહાર નોટિસ ચોંટાડીને જતા રહ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે આ ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશમાં હાજર થવાનું રહેશે અને તેની વિરુદ્ધ થયેલી ફરિયાદમાં અંગે જવાબ આપવાનો રહેશે.

થોડા સમય પહેલાનો ધનજી ઓડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં ધનજી ઓડના ગાદીનો વીડિઓ આવ્યો સામે છે. જેમાં ડ્રોનમાંથી ગુલાબનાં ફૂલ ઢબુડી મા અને તેમના અનુયાયીઓ પર નાંખ્યા હતાં. જેમાં તેમણે પોલીસ પાસે ગાડી માટેની પરવાનગી લીધી હતી.

પરંતુ આ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવવાની પરવાનગી અંગે શંકા છે. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે ડ્રોન ઉડાવવા માટે પણ પરવાનગી લેવાની હોય છે.

ધરપકડથી બચવા ’ઢબુડી’ની આગોતરા જામીન અરજી, ૬ સપ્ટેમ્બરે સુનાવણી

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડએ ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી ૬ સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાએ કરેલી અગોતરા જામીન અંગે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે.

પત્રકાર પરિષદમાં માતાનો સેવક વિનોદ પટેલે કહ્યું કે, બધા માડી વિશે ખરાબ બોલે છે તે વિશે મને દુખ થાય છે. કેન્સરનું નિરાકરણ લાવ્યાના ચમત્કાર પણ માડીએ બતાવ્યા છે. માડી વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. માડી ભાગી નથી ગયા. માડી તેમના નિવાસ સ્થાને જ છે. એ આવશે જ અમને વિશ્વાસ છે. માજી હજી પણ સામે આવશે, અને તમામ સવાલોના જવાબ આપશે. એવુ પણ બને કે તેઓ આરાધના કરવા બેસ્યા હોય.

Previous articleબોપન્ના-શાપોવાલોવની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં, પેસ-દુરાનની જોડી બહાર
Next articleબીજી ટેસ્ટ : ભારતના પ્રથમ દિવસે પાંચ વિકેટે ૨૬૪ રન