બોપન્ના-શાપોવાલોવની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં, પેસ-દુરાનની જોડી બહાર

515

ન્યૂયોર્કઃ ભારત માટે અમેરિકી ઓપનમાં બીજો દિવસ સરેરાશ પરિણામ વાળો રહ્યો જેમાં રોહન બોપન્નાએ ડેનિસ શાપોવાલોવની સાથે મળીને અહીં પુરૂષ ડબલ્સ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો તો લિએન્ડર પેસ અને ગુલીરેમો દુરાને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્‌યો છે. બોપન્ના અને તેના કેનેડાના જોડીદારે શુક્રવારની રાત્રે માત્ર ૫૫ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પિયરે હ્યેજેસ અને હર્બર્ટની ફ્રાન્સની જોડીને ૬-૩ ૬-૧થી પરાજય આપ્યો હતો. બોપન્ના અને શાપોવાલોબે બે વાર પોતાની સર્વિસ ગુમાવી પરંતુ તેણે સાત તકમાં છ વખત પોતાના વિરોધીઓની સર્વિસ તોડી હતી. પેસ અને આર્જેન્ટીનાના ગુલીરેમો દુરાનને સર્બિયાના મિમોમીર અને નોર્વેના કૈસ્પર રૂડ સામે ૫-૭ ૨-૬થી હાર મળી હતી. દિવિજ શરણ અને મોનાકો કે હુગો નીસ ગુરૂવારે પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયા હતા.

Previous articleશિખર ધવનનો ભારતીય-એ ટીમમાં સમાવેશ
Next articleઢબૂડીમાંના નામે ધતિંગ કરતા ધનજીના અમદાવાદ ભાડાના ઘરે નોટિસ લગાવાઇ