બીજી ટેસ્ટ : ભારતના પ્રથમ દિવસે પાંચ વિકેટે ૨૬૪ રન

451

કિંગ્સ્ટન ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને ૨૬૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે ૭૬ રન કર્યા હતા. જેમાં દસ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ભારત તરફથી મયંક અગ્રવાલે અડધી સદી કરીને ૫૫ રન કર્યા હતા. ભારતનો  આધારભુત બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે માત્ર છ રન કરીને આઉટ થયો હતો.પ્રથમ દિવસે ભારતીય બેટ્‌સમેનો કોઇ ખાસ ઝડપી બેટિંગ કરી શક્યા ન હતા. ભારતે ૯૦ ઓવરમાં ત્રણતી પણ ઓછા રનની સરેરાશ સાથે ૨૬૪ રન કર્યા હતા. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે વિહારી ૪૨ અને રિશભ પંત ૨૭ રન સાથે રમતમાં હતા. ભારત જંગી જુમલા તરફ વધી રહ્યુ છે. જો કે વિન્ડીઝને બે વખત મેચમાં ઓલઆઉટ કરવા માટે વધારે સમય લેવાની જરૂર દેખાઇ રહી છે. જેથી ભારતને પરિણામ મેળવી લેવા માટે આક્રમક બેટિંગ કરવી પડશે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી પ્રથમ દિવસે હોલ્ડરે ત્રણ વિકેટે ઝડપી હતી. ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિન્ડિઝ કરવામાં આવ્યું છે. ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. એન્ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે રેકોર્ડ જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો.  વિન્ડીઝની સામે ભારતે હજુ સુધી કુલ ૯૭ ટેસ્ટ મેચોમા ૨૧માં જીત મેળવી છે. જો કે વિન્ડીઝની ટીમ આંકડામાં હજુ  પણ ભારતથી ખુબ આગળ છે.  પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.  ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ પર પ્રભાવ જમાવવા માટે તૈયાર છે.  ભારત તરફથી આ મેચમાં પણ નિરાશાજનક શરૂઆત કરવામાં આવી હતી. ભારત તરફથી રાહુલ માત્ર ૧૩ રન કરીને આઉટ થયો હતો.

Previous articleઢબૂડીમાંના નામે ધતિંગ કરતા ધનજીના અમદાવાદ ભાડાના ઘરે નોટિસ લગાવાઇ
Next articleયુએસ ઓપન : જોકોવિક અને રાફેલ નડાલની આગેકુચ જારી