અધેલાઈ, વાળુકડ તેમજ નોઘણવદર આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

679

લોકોની આરોગ્યની સેવાઓના વ્યાપમાં વધારો કરવાના આશયથી સરકાર દ્વારા આ વિસ્તારના અંતરિયાળ અને છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેલાઈ તાલુકો ભાવનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ તાલુકો ઘોઘા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નોઘણવદર તાલુકો પાલીતાણા એમ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને ત્વરિત સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બને તે હેતુથી આયોજનની ગ્રાન્ટમાંથી રૂપિયા ૩૧, ૬૮, ૭૪૪ ના ખર્ચે ત્રણ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જેનો લોકાર્પણ કાર્યક્રમ ભાવનગર જીલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા,ઉપાધ્યક્ષ બી.કે ગોહિલ, આરોગ્ય સમિતિનાં ચેરમેન સોભનાબેન મકવાણા, બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.પી.રેવર, તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સનો સદઉપીયોગ કરવા જણાવ્યું હતું.

Previous articleસિહોર ન્યાય મંદિરે અમૃતમ કાર્ડનો કેમ્પ
Next articleવીજપોલને અડી જતા ભેંસનું મોત