જન્મ સ્થિતિ અને લય જેમાં સ્થિત છે તે બ્રહ્મ છે

347

સૌરાષ્ટ્રના મહુવા નગરની માલણ નદિ કિનારે લગોલગ આવેલ કૈલાસ ગુરૂકુળના રમ્ય પરિસર મધ્યે આવેલા આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં ગઈકાલથી પ્રારંભાયેલા સંસ્કૃત સત્રના આજના બીજા દિવસે ગુરૂકુળના છાત્રો દ્વારા શંકરાચાર્ય વસ્પિત નિર્વાણ શટકમ્નો પાઠ થયા બાદ સંગોષ્ઠિ પ્રારંભે જણાવ્યું કે, શંકરાચાર્યજીએ જ્ઞાન ચર્ચા તો કરી જ છે ને સાચા માનવ બનીને માનવતા મુલ્યો મહેકાવ્યા છે. સમાજના સત્ય વકતાઓ કદી લોકપ્રિય હોતા નથી. સત્યની વધુમાં વધુ સમીપ રહેનારા શંકરાચાર્યે પણ ઘણુ સહન કરવું પડ્યું હશે.

આદિ શંકરાચાર્યના મુખ્ય કેન્દ્રિત વિષય સાથે પૂ. મોરારિબાપુની સાંનિધ્યમાં ભારતભરના વિદ્વાન વકતાઓ દ્વારા વહી રહેલી જ્ઞાનગંગામાં આજે વિજય પંડયાના સંકલન તળે તૃતિય સંગોષ્ઠી આરંભાઈ હતી. જેમાં પ્રથમ વકતા શ્વેતા જેજુરકરે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, શંકરાચાર્ય પોતાના સમય કરતાં આગળનું જોઈ શકનારા  મહાપુરૂષ હતાં. બ્રહ્‌, નિતય, શુદ્ધ, બુધ્ધ, સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. અવિધાનો નાશ કરવા માટે કેવળ બ્રહ્મ જ આ સુત્ર પણ તેમણે માનનિય ચિંતન રજુ કર્યુ. બીજા વકતા ગૌત્તમ પેટેલે વિવેક ચુડામણી વિષય સાથે વકતવ્ય આપતા, શંકરાચાર્યજીને જીવ માત્રને મુક્તિનો માર્ગ બતાવનાર છે તેમ જણાવી ઉમેર્યુ કે વિવેક  ચુડામણી એટલે ઉત્મ વિવિક. નિત્ય અને અનિત્યને જાણવુંએ વિવેક છે. બ્રહ્મ સત્ય છે. અને જગત મિથ્યા છે તે સત્ય સમજવું એટલે વિવેક ! એવો વિવેક જ માનવને માયામુક્ત બતાવી શકે છે.  ચિંતા, સંતાપ કે ફરિયાદ વિના બધી જ મુશ્કેલીઓ સહન કરવી એટલે તિતિક્ષા ભક્તિ માર્ગમાં શ્રધ્ધા જ મહત્વની છે. શાસ્સ્ત્ર અને ગુરૂના વચનમાં સત્બુદ્ધિ એટલે શ્રધ્ધા ! મનુષ્યત્વ જ સર્વથી શ્રેષ્ઠ છે તેમ શંકરાચાર્ય કહે છે.

ત્રીજા વકતા વિંધ્યેશ્વરી મિશ્રાએ અપરોક્ષાનું ભુતિ વિશે વાત કરતા કહ્યું કે, આ ગ્રંથ વેદની પ્રાતિભાસિક, વ્યવહારિક અને પારમાર્થિક આ ત્રણેય સત્તાથી પર પ્રકરણ ગ્રંથ છે. આ ગ્રંથ કહે છે કે ટ્રેન છે જ નહિ કેવળ અદ્વૈત છે. પણ નિજસ્વરૂપ બોધ માટે ભક્તિ ઉપાસના જરૂરી છે.

સાંજની સંગોષ્ઠિમાં ચેન્નાઈથી આવેલા વિદ્વાન ગોાદાવરીશ મિશ્રાએ બ્રહ્મસુત્ર તર્કપાદ તથા વિ. કુટુંમ્બ શાસ્ત્રીએ શંકરાચાર્યના શંકરાચાર્યનો શ્રૃતિતાત્પર્યનિર્હાય જયારે એસ.આર. ભટ્ટ સામ્પ્રત સમયમાં શાંકર દર્શનના મહત્વ પર રસપુર્ણ ચિંતન રજુ કર્યુ હતું.