નારી ગામની ૭૫ બહેનોને વિધવા પેન્શનના પત્રો અપાયા

259

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિધવા બહેનોનો પેન્શનના મંજુરી પત્રો અપાયેલા જે પૈકી નારી ગામની ૭૫ વિધવા બહેનોના પેન્શનના પત્રો શુભેચ્છા સાથે આવતા તેને કોર્પોરેટર કિર્તીબેન દાણીધારીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ગજુભા રાણા, ભારતીબેન મકવાણા, નિલેષભાઈ દવે જિજ્ઞાબેન જાની સહિતની ઉપસ્થિતીમાં એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધવા બહેનો સહિત આમંત્રિતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.