દામનગરના ૬૫૦ અરજદારોએ પાલિકા તંત્રને પોતાના કુટુંબનો બીપીએલ યાદીમાં સમાવેશ કરવા રજુઆત

550

દામનગર નગરપાલિકા નો હકારાત્મક અભિગમ છેલ્લા દસ વર્ષ થી બી પી એલ સર્વે નહિ થવા થી શહેરી ગરીબ પરિવારો સરકારી યોજના ઓ ના લાભો થી વંચિત રહેવા પામેલ દરેક સરકારી યોજના માં ફરજીયાત બી પી એલ ના માપદંડ થી સરકારી લાભો મળતા પણ દસ વર્ષ જૂની માત્ર ૧૮૫ નામ જ ધરાવતી યાદી હોવા થી  ઘણા ગરીબ પરિવારો ના નામ બી પી એલ યાદી માં નહિ હોવા થી નવો સર્વે કરી પોતા ના કુટુંબ નો નવી બી પી એલ યાદી માં સમાવેશ કરવા શહેર ભર માં થી ૬૫૦ અરજદારો એ એ પાલિકા તંત્ર ને પોતા ના કુટુંબ નો બી પી એલ યાદી માં સમાવેશ કરવા અંગે લેખિત રજૂઆતો કરી માંગ કરી હતી અને પાલિકા તંત્ર એ આ રજૂઆત સરકાર ની સુચના હેઠળ નિયામક ગ્રામવિકાસ એજન્સી ને મોકલી દામનગર શહેર નો બી પી એલ સર્વ કરવા હકારાત્મક અભિગમ અપનાવ્યો અંતે ગરીબો ની માંગ યોગ્ય કચેરી માં મોકલી વહેલી તકે સર્વે કરવા પાલિકા તંત્ર એ નિયામક ગ્રામવિકાસ એજન્સી ને અરજદારો ની અરજ સાથે માંગ કરી છે રિપોર્ટ કરતા પાત્રતા ધરાવતા ગરીબ પરિવરો નો સર્વે કરી  સરકારી યોજના ના લાભો મળે તેવો હકારાત્મક અભિગમ દર્શાવ્યો.

Previous articleસારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાનો પાડો રાજનાથ ‘ચેમ્પીયન ઓફ ધ શો’
Next articleબાબરા નાગરિક બેંકમાં બે ઉમેદવારી પત્રો રદ થતા નોમીનીઝ કોર્ટમાં મનાઈ હુકમ મેળવવા દાવો