ગણેશોત્સવમાં અન્નકુટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

322

ગણપતિ બાપા મોરિયાનાં નારા સાથે ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવ આગળ વધી રહ્યો છે. ગણેશજીની ભક્તિ અને આરાધનામાં ભાવિક ભક્તો ઓળઘોળ થઈ રહ્યા છે. શહેરમાં ગણેશ ઉત્સવનાં ભવ્યાતિ ભવ્ય અયાોજનો થયા છે.  જેમાં વિસ્તારનાં અબાલ વૃધ્ધ સૌ કોઈ દાદાની ભક્તિમાં લીન બન્યા છે. તિકલનગર વિસ્તારમાં નગરસેવક કુમાર શાહ દ્વારા સખી મંડળ – ગણેશ મહોત્સવનું આયોજન થયું છે. જેમાં અન્નકુટના દર્શનનો લાભ ભાવિકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. જેની વિસર્જન ૧ર-૯ના રોજ થનાર છે.  જયાર કણબીવાડ નેરા યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશો ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનું વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે.  હલુરિયા ચોકમાં કહાર ભોઈ યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન થયું છે. જેમાં ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં દર્શનો લાભ લઈ રહ્યા છે. જેનું વિસર્જન તા. ૧ર-૯ના રોજ થનાર છે. લોખંડ બજારમાં આવેલ સ્વામીનારયણ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન થયું છે. જેમાં આજે અન્નકુટનું આયોજન થયું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભકતો લીધો હતો. અને બારસો મહાદેવની વાડી ખાતે શ્રી કૃષ્ણ યુવા મિત્ર મંડળ દ્વારા ગણપતિ દાદાના મહોત્સવનું આયોજન થયું છે. જેની વિસર્જન તા. ૧ર-૯ના  રોજ થનાર છે.