ખુંટવડા જાલી નોટ પ્રકરણમાં ૪.ર૧ લાખની નોટ સાથે 3 આરોપી ઝડપાયા

508

તારીખ ૦૬/૦૯/૨૦૧૯ ના રોજ બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ખુંટવડા ખાતેથી એક ડોકટર રાકેશભાઇ બાધાભાઇ નાગોથા તથા ભગુભાઇ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ૨૦૦૦ ના દરની ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબે વધુ તપાસ હાથ ધરેલ અને ત્યારબાદ આ ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપી ચિરાગ ઉર્ફે મુન્નોના ઘરેથી રૂપિયા ૫૪ હજારની જાલી નોટ ઝડપી પાડેલા હતા અને વધુ ત્રણ આરોપીઓ

ચોટીલા તાલુકાના ઢોકળવા ગામેથી જેસાભાઇ મનજીભાઇ રહેવાસી  ઢોકળવા પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરાવાળાઓને રૂપિયા ૬૧૨૦૦/- ની જાલી નોટો તથા કાગળ પણ નોટો છાપેલ કાગળો તથા નોટો છાપવા ઉપયોગ લીધેલ પ્રિન્ટર  મશીન-૨ તથા નોતો છાપવા ઉપયોગમાં લીધેલ સાહિત્ય કબ્જે લઇ ત્રણેયની ઘરપકડ કરવામાં આવેલ હતી. અને પકડાયેલ આરોપીઓને કોર્ટ મા રજુ કરી દિન-૪  ના રિમાન્ડ  મેળવેલ

આરોપીઓની કબૂલાત આધારે આજરોજ એસ.ઓ.જી. પોલીસ અમદાવાદ તપાસમાં ગયેલ અને અમદાવાદ ઘાટલોડિયા એ-૨  આનંદ બાગ ટેનામેન્ટ મા રહેતા યશકુમાર અલ્પેશ ભાઈ ઠાકર ના ઘરે છાપો મારી રૂપિયા ૪,૨૧૫૦૦/- બનાવટી ભારતીય ચલણી નોટો ( રૂપિયા ૨૦૦૦ ઠ ૧૯૬, ૨૦૦ઠ૧૪૫, ૧૦૦ઠ ૫) ઝડપી પાડેલા હતા અને આરોપીને અરેસ્ટ કરેલ હતો

તેમજ આ કામ મહુવાથી આ કાંડ મા સંડોવાયેલ આરોપી (૧)  જગદીશ ઉર્ફે જગો નારણભાઈ પરમાર ઉ. વ. ૨૩ રહે. અખતરિયા તા. મહુવા (૨) બિપીન જેન્તીભાઇ ચૌહાણ ઉ.વ. ૩૦ રહે. નેસવડ તા. મહુવા વાળાને એરેસ્ટ કરેલ હતા  આમ એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૪૨૧૫૦૦/- ની જાલી નોટ કબજે લઇ ત્રણવધુ  આરોપીઓને દબોચી લીધા હતા  આ કેસમાં હાલ સુધી ૯ આરોપીઓ ઝડપી ૫.૬૨ લાખની જાલી નોટો કબજે કરેલ છે

Previous articleશિશુવિહારમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં ૩૮૪ બેહનોનું રૂા. પ.૦૪ લાખની સહાય
Next articleનિલમબાગ પો.સ્ટે.ના ગુન્હામાં વોન્ટે આરોપી નિલમબાગ પાસેથી ઝડપાયો