લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

1283
bvn732018-3.jpg

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવવા અને લોકોને વિજ્ઞાન પ્રત્યે ઉજાગર કરવાના હેતુથી છેલ્લા ૧૬ વર્ષથી ભાવનગર જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો માં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
 જેના ભાગરૂપે દેશના મહાન વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામનને તેમની શોધ ‘રામન ઈફેક્ટ’ બદલ ૨૮ મી ફેબ્રુઅરી, ૧૯૩૦ ના રોજ વિશ્વના શ્રેષ્ઠ પારિતોષિક નોબલ પ્રાઈઝ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આ નોબલ પ્રાઈઝ ભારત દેશમાં વિજ્ઞાન ક્ષેત્રમાં નવી ક્રાંતિની જ્યોત સાબિત થયું. ત્યાર બાદ ડૉ. હરગોવિંદ ખુરાના જેવા અનેક વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી. જેની યાદ રૂપે સમગ્ર દેશમાં ૨૮ મી ફેબ્રુઅરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી હેતુ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર શહેરની ધનેશ જે.મહેતા હાઈ સ્કુલ અને ઝેડ. એસ. મસાણી કન્યા શાળા ખાતે ડૉ. સી. વી. રામનના જીવન ચરિત્ર પર દ્રશ્ય શ્રાવ્ય વ્યાખ્યાન અને તેમની શોધ ‘રામન ઈફેક્ટ’નું પ્રયોગાનાત્મક રજૂઆત સર પી.પી સાયન્સ કોલેજ, ભાવનગરના નિવૃત પ્રાધ્યાપક સુભાષભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. 
સમગ્ર કાર્યક્રમમાં બંને શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષકો કુલ મળીને ૩૨૦ લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ. આ સમગ્ર કાર્યક્રમમાં બંને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિધાર્થીઓનો પુરતો સહકાર પ્રાપ્ત થયેલ.

Previous articleપ્રોહીબીશનના ગુનામાં ફરાર દેસાઈનગરનો શખ્સ ઝડપાયો
Next articleસિહોરમાં નવ નિયુક્ત ન.પા.પ્રમુખ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાવાઈ