ઉમરાળા મામલતદાર કચેરી ખાતે કાળુભાર નદી કાંઠેના ગામોના સરપંચની મીટીંગ યોજાઈ

958

કાળુભાર સિંચાઈ યોજના અન્વયે ૮૦% ડેમ પાણીથી ભરાતા આજુબાજુના ગામોને એલર્ટ કરવા બાબતે ઉમરાળા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉમરાળા તાલુકાના નદી કાંઠાના ગામોના સરપંચ તથા તલાટી-કંમ મંત્રીશ્રીઓની અગમચેતીના જરૂરી પગલા લેવા બાબતે આજ રોજ બેઠક રાખવામાં આવેલ જેમાં નીચે મુજબ અધિકારીઓ/ કર્મચારીઆ ે/પદાધિકારીઓ હાજર રહેલ મામલતદાર  ઉમરાળા, તાલુકા વિકાસ અધિકારી ઉમરાળા, સરપંચ  અને તલાટી કમ મંત્રી સમઢીયાળા, ભોજાવદર, વાંગધ્રા, હડમતાળા, તરપાળા, રતનપર, ઉમરાળા ાયબ કાર્યપાલક ઈજનેર અને ફરજ પરના અધિકારી ફ્લડ સેલ ભાવનગર સિંચાઈ યોજનાના મેસેજ નં.૧૦,૯,૨ ૦૧૯ ના રોજ મેસેજ મુજબ ઉમરાળા તાલુકાના કાળુભાર ડેમની અંદર આ ચોમાસાની સીઝનમાં ૮૦% જેટલું પાણી ભરાયેલ છે આગામી દિવસોમાં ડેમના ઉપરના ભાગે જો ભારે વરસાદ થાય તો ડેમમાંથી ઉમરાળા કાળુભાર નદીમાં પાણી છોડવાનો સંભવ છે આ દરમિયાન નદીના આસપાસના ગામોમાં વરસાદ પડે તો ડેમ સહિતના નિકાલ થયેલ પાણીથી કાળુભાર નદીમાં ભારે આવવાની શક્યતા રહેલી છે ઉમરાળા તાલુકાના નદી કાંઠાના ગામો સમઢીયાળા, ભોજાવદર, વાંગધ્રા,  હડમતાળા, તરપાળા, રતનપર, ઉમરાળા, વગેરે ગામના લોકોને અસર થવાની સંભાવના છે જેથી આજરોજ આ ગામોના સરપંચઓ તથા તલાટી કંમ મંત્રીઓને આ કામે મામલતદાર કચેરી ઉમરાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી ઉમરાળાની હાજરીમાં નદી કિનારાના વસવાટ કરતા કુટુંબોને તથા નદી કાંઠા પરની આજુબાજુની વાડીઓમાં ખેતી માટે રહેતા લોકોને અગમચેતી રૂપે સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી નદીના ખુલ્લા પટમાં માલધારી લોકો પોતાના ઢોર લઈ નદીમાં ન જાય તે માટે સૂચના આપવા જણાવવામાં આવ્યું છે.

Previous articleબરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનું હલ્લાબોલ
Next articleતાલુકા કક્ષાની અંડર-૧૭ કબડ્ડી સ્પર્ધામાં જ્ઞાનમંજરી સ્કુલ-રાળગોનની ટીમ પ્રથમ