અપહરણના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપી લેતી એલસીબી

524

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહરે વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહરે વિસ્તાનરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સુચના  આપેલ દરમ્યાન  મહુવા પો.સ્ટે. ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કાનાભાઇ લાખાભાઇ બાંભણીયા રહે.ખરેડ, તા.મહુવા વાળો હાલ ગોંડલ તાલુકાના સરખડીયા ગામે અતુલભાઇ વિનુભાઇ માવાણી રહે.સરખડી વાળાની વાડી ભાગ રાખીને રહે છે અને તેનો મોબાઇલ નંબર મળેલ જે બાતમી આધારે મોબાઇલ નંબરની કોલડીટે અને લોકશન આધારે ગોંડલ તાલુકા પો.સ્ટે. આવી પોલીસ મદદ મેળવી પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જતા એક પુરૂષ ઇસમ હાજર હોય તેનુ નામઠામ પુછતા કાનાભાઇ લાખાભાઇ બાંભણીયા ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.ખરેડ, તા.મહુવાહાલ સરખડી,અતુલભાઇ વિનુભાઇ માવાણીની વાડીએ,તા. ગોંડલ, જી.રાજકોટ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે  મહુવા પો.સ્ટે. ે ગુન્હો નોઘનયેલ હોય મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. ભાવનગરને સોપી આપેલ છે.

Previous articleકોંગ્રેસે કમિશ્નરને આવેદનપત્ર આપી ખરાબ રોડની કરેલી રજૂઆતો
Next articleભાવનગરનું નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માનિત