અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહની ઉજવણી અંગે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

472

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને  કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરના પ્રખ્યાત એવા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગ રખાતે યોજાયો હતો જેનું ઉદ્ઘાટન જાણીતા ઉધોગપતિ કોમલકાંત શર્મા એ દીપપ્રગટ્ય કરી કર્યું હતું. તા.૧૪-૦૬-૨૦૧૯ ના રોજ  ‘બંધ આંખે પ્રગતિની પાંખે’ શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સુંદર પ્રાર્થના સાથે કરી હતી, સમગ્ર માહોલ ભક્તિમય બનાવી દીધો હતો. પ્રજ્ઞાલોકના બાળકોએ અલગ અલગ થીમ પર કૃતિઓ પર પરફોર્મન્સ આપી ઉપસ્થિત સૌ-કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં નાટક, રાસ ગ્રુપ, ડાન્સ, ફેશન-શો, યોગા ડાન્સઅનેગાયન જેવા પર્ફોમન્સથી ઉપસ્થિત સૌ-કોઈ પ્રભાવિત થયા હતા.તેમજ આપ્રસંગે વિવિધ એવોર્ડો અર્પણકરાયા હતા.જેમાં એન.ડી.નેતરવાલા પ્રતિભા એવોર્ડ સંસ્થાના પૂર્વ વિધાર્થી ગિરીશભાઈ એસ. શાહ અને ડૉ.કે.આર.દોશી કર્મયોગી એવોર્ડ સંસ્થાના કર્મવીર શ્રી વિરભદ્રસિંહ બી. ચૌહાણ ને એનાયત કરવામાં આવ્યો હતો.પ્રજ્ઞાચક્ષુ કલાકારોને બિરદાવતા ડો.હરિભાઈ દેસાઈએ (પીઢ પત્રકાર તથા સંશોધનકર્તા) જણાવ્યું હતું કે કલા એ માત્ર અખોની દ્રષ્ટિનો ઈજારો નથી વ્યક્તિનું મનોબળ મજ્બુત હોય તો ક્ષતિગ્રસ્ત વ્યક્તિ પણ કલાના ક્ષેત્રમાં ડગ માંડી શકે છે.

આ પ્રસંગે  મનહરભાઈ પટેલ , બાબુભાઈ રાજપરા,  રવજીભાઈ  એચ. પટેલ, અમિતભાઈ જી. મહેતા તેમજ સંસ્થાના પ્રમુખ અને જાણીતા ઉધોગપતિ શશીભાઇ વાધર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાના ઉદ્દબોધનમાં નેશનલ ફ્લેગ -ડે, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ એવોર્ડો વિષે માહિતી આપી આ  ભગીરથ કાર્યક્રમમાં સુશિક્ષિત સમાજને જોડાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત સંસ્થાનાઉપપ્રમુખ કીર્તીભાઈ શાહે કર્યું હતું તેમજ આભારવિધિ સંસ્થાના માનદ મંત્રી  મહેશભાઈ પાઠકે કરી હતી. આ પ્રસંગ ેટ્રસ્ટીઓ, સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, આમંત્રિતો તથા જાહેરજનતા બહોળી  સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને સસ્થાના કર્મવીરોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleશરીર સંબંધી ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleટ્રાફિકના નવા નિયમોની જાગૃતિ લાવવા માટે  ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજાઈ