ઢસા પોલીસ દ્વારા  નિયમોના પાલન અંગે માર્ગદર્શન અને વાહનો પર સ્ટીકર લગાડાયા

1006

આજે સમગ્ર ગુજરાત માં ટ્રાફિક માટેનો મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોમાં થયેલ ફેરફારોનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે બોટાદ જીલ્લા ની જનતામાં ટ્રાફિક નિયમોના અંગે જાગુત્તિ  આવે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જાગુત્તિ ઝુંબેશ ચલાવવા મા આવી રહું છે

બોટાદ જીલ્લા માં તમામ નાગરિકો નવા ટ્રાફિક અને મોટર વ્હીકલ નિયમોથી જાગૃત થાય અને ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ વર્ડા હર્ષદ મહેતા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા માં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તે હેતુથી ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી આઇ વી.એમ.કામળીયા સાહેબ તથા સ્ટાફ દ્વારા  ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  વાહનો પર ટ્રાફિક નિયમોના સ્ટીકર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્ટીકર લગાડવાથી વાહન ચાલકોમાં ટ્રાફિક ના નિયમન ને લઈ જાગુત્તિ અને નિયમોનું પાલન કરે તથા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું  આમ ઢસા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવમાં કે ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું સૌ પાલન કરે અને નાગરિકો ની સલામતી માં સહયોગ કરે તથા નવા નિયમોનો ચુસ્તપણે અમલીકરણ કરવા માટે ઢસા પોલીસ કટિબદ્ધ છે…

Previous articleગણિત-વિજ્ઞાન-પર્યાવરણને લગતા પ્રશ્નોના જવાબ આપના વિદ્યાર્થીઓને કલમ ભેટ અપાઈ
Next articleબાજરડામાં આંગણવાડી પાસે જ ગંદકીનું સામ્રજય