બાબરા તાલુકા માં પાક વીમા મુદ્દે બાકાત રહેલા ચાર જેટલા ગામો ના સરપંચો દ્વારા ભાજપ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી અને પાક વીમા ની માંગ સહિત બાકાત રહેલા ગામો માટે પુનઃ વિચારણા કરવા સહિત પાક વીમા ની રકમ નહી મળે તો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવા મામલતદાર સમક્ષ આપેલા આવેદન માં જણાવી અને આક્રોશ વ્યક્ત કરવા માં આવ્યો છે
વિગત મુજબ વર્ષ ૨૦૧૮/૧૯ માટે બાબરા તાલુકા ના ૫૮ પૈકી ૫૪ ગામો માટે પાક વીમા ની ટકાવારી સહિત ના આકડા તંત્ર દ્વારા બહાર પાડી આવનારા દિવસો માં પાક વીમા ની રકમ ખેડૂતો ના ખાતા માં જમા થનાર હોવાની જાહેરાત થવા પામતા કહી ખુશી કહી ગમ નો માહોલ પેદા થયો છે
બાબરા તાલુકા ના કરીયાણા સુખપુર કુંવરગઢ અને ત્રંબોડા ના સરપંચો એ પોતાના આવેદન માં જણાવ્યા મુજબ પાક વીમા અંગે ક્રોપ કટિંગ નિયમ મુજબ કામગીરી કરવા માં આવી છે જયારે બાકાત રહેલા ગામો માં ક્રોપ કટિંગ વખતે ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહેલા હતા ૨૦૧૮/૧૯ માટે મગફળી માટે નો વીમો આપવા માં આવેલ છે પણ કપાસ ના વાવેતર અંગે વીમો આપવા માં આવેલ નથી જે ખેડૂતો માટે અહિત કર્તા ગણી શકાય આગામી દિવસો માં પુનઃ વિચારણા હાથધરી બાકી રહેલા ગામો માટે યોગ્ય નીતિ મુજબ પાક વીમો આપવા માં નહી આવે તો ખેડૂતો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા રહે ઉપવાસ આંદોલન કરવા અને પાક વીમા માટે કોર્ટ નું શરણું લેવા અંગે રજુવાત કરવા માં આવી છે.
















