બાબરા ચરખા વચ્ચે કઠાળીયા નદીમાં રાસાયણિક કેમિકલ ભળતા સિંચાઈ તળાવ દુષિત બનવા તૈયારી

814

બાબરા તાલુકા માં બે રોક ટોક પ્રદુષણ ફેલાવનારા એ માઝા મૂકી હોઈ તેમ છેલ્લા એક માસ માં તાલુકા ની મહત્વના ગણાતા જળ સ્ત્રોત માં રાસાયણિક કેમિકલ ઠાલવી દેવાયા બાદ ગ્રામ્ય તેમજ શિમ વિસ્તાર માં વસવાટ કરતા માનવો સહિત પશુ પંખી ની હાલત સહિત સિંચાય ઉપયોગ માં લેવાતા જળાશયો અને ભૂતળ સુધી કેમિકલ ની અસર વર્તતા લોક રોષ વધી રહ્યો છે અને ખુલ્લી નદી માં રાસાયણિક કેમિકલ છોડનારા સામે પગલા ભરવા માંગ ઉઠી રહી છે  મળતી વિગત મુજબ બાબરા ના નીલવડા રોડ સ્થિત રાજાશાહી વખત ના જુના તળાવ માં પાણી ની આવક નો મુખ્ય સ્ત્રોત ચરખા અને સમઢિયાળા ની કાચી સડક ની શિમ વિસ્તાર માંથી આવી રહ્યો છે અને આ પાણી નું વહેણ કઠાળીયા તરીકે સીમ વિસ્તાર માં ઓળખાઈ રહ્યું છે ખેડૂતો, શ્રમિકો,પશુપાલન કરનારા શિમ વિસ્તાર માં વસવાટ કરનારા લોકો એ મામલતદાર બાબરા ને કરેલી રજુવાત માં જણાવ્યા મુજબ છેલ્લા ૧૦ દિવસ થી આ પાણી ના પ્રવાહ માં ઉપરવાસ માંથી રાસાયણિક કેમિકલ ભળતું હોવાથી હાલ પાણી લાલાશ અને કાળાશ જેવા રંગ સહિત પાણી માં કેમિકલ સોડાના કારણે ફીણ વળી રહ્યા છે અને આ જળ સિંચાય ના ઉપયોગ માં લેવાતા તળાવ માં ભળતું હોવાથી તળાવ માં ભરાયેલો મોટો જળ પુરવઠો દુષિત બની રહ્યો છે  સાથો સાથ સીમ વિસ્તાર માં વસવાટ કરતા માનવો આ પાણી નો દૈનિક ઉપયોગ કરતા હોવાથી ચામડી ના રોગ ફેલાવવા તેમજ અને અબોલ પશુધન ખુલ્લા માં ચરિયાણ દરમ્યાન પાણી પિતા હોવાથી પશુ ધન માં શ્વાસ રોગ અને દૂધ ઉત્પાદન માં નોંધ પાત્ર પરિવર્તન દેખાતો હોવાની શંકા સેવવા માં આવીછે  તાલુકા મામલતદાર બગસરિયા દ્વારા ખેડૂતો ની રજુવાત સાંભળી યોગ્ય કરવા ખાતરી આપી છે  અત્રે યાદ રહે કે બાબરા ના દરેડ રોડ નજીક પસાર થતી નદી માં પણ આવા બનાવ બનેલા અને ખેડૂતો ની રજુવાત બાદ તપાસ હાથ ધરતા સાબુ બનાવવા ની ફેક્ટરી માંથી આ દુષિત પાણી નદી માં ભળ્યું હોવાની પુષ્ટી બાદ પ્રદુષણ બોર્ડ ભાવનગર જોન દ્વારા પગલા ભરી ઉત્પાદન બંધ કરવા જણાવ્યું હતું

સિંચાઈ ઉપયોગ માં લેવાતા જળાશય માં રાસાયણિક કેમિકલ વાળું પાણી ભળી જતા ખેડૂતો ના આગામી પિયત ના સમયે મોટું નુકશાન થવા ભીતિ હોવાનું પણ રજુવાત માં જણાવ્યું છે.

Previous articleનિર્મળનગર ખાતે ફંડ એકત્રિત કરવા અને જન જાગૃતિના હેતુમાટે બૂથ ખુલ્લું મુકાયું
Next articleઘોઘામાં સ્વચ્છતા સેવા કોમ્યુનિકેશન કમ્પેઈન અંગે મીટીંગ યોજાઈ