જાહેરાત અને જન સંપર્કનો જાદુ વિષય પર જય વસવડાનો વાર્તાલાપ યોજાયો

435

શિશુવિહાર સંસ્થા તથા સુરેશભાઈ બુચ પરિવાર પ્રાયોજિત જાહેરાત અને જન સંપર્કનો જાદુ વિષયે જય વસવડાનો વાર્તાલાપ યોજાયેલ. જન સંપર્ક  દ્વારા ભાવનગરની ઓળખને વિસ્તારનાર સ્વ્‌. સુરેભાઈ બુચની સ્મૃતિમાં તા. રપ ઓગષ્ટે જય વસાવડાની અધ્યક્ષતામાં ઉષાબહેન બુચ, વિનોદભાઈ જોશી, ડો. નાનકભાઈ ભટ્ટ, પિયુષભાઈ પરાશર્ય તથા સુભાષભાઈ ભટ્ટના વરદ  હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. તેમજ શિશુવિહાર સંસ્થાના મંત્રી નાનકભાઈ ભટ્ટના હસ્તે જય વસાવડાનું સન્માન કરવામાં આવેલ. શિશુવિહાર સંસ્થામાં યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત સ્ટેટ બેક ઓફ સૌરાષ્ટ્રના માધ્ય્મથી ભાવનગરના વૈચારિક  વારસાને પ્રબુદ્ધ કરનાર સુરેશભાઈ બુચની  સ્મૃતિમાં ગુજરાતના જાણીતા કોલમિસ્ટ-ચિંતક  જય વસાવડાએ જાહેરાત અને  જનસંપર્કનો પ્રકારે અત્યંત રસપ્રદી શ્રોતાઓ સાથે વ્યકત કર્યો હતો.  આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ ભાવનગરના રસપ્રદી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન  છાયાબહેન પારેખ  તથા  સુભાષભાઈ ભટ્ટે આભાર દર્શન કરેલ.

Previous article‘ઉડવા માટે પાંખ નહિ, ચાહ જોઈએ ’
Next articleઉમરાળાના ધોળા ગોડદજી ગામે ક્ષત્રિય ગોહિલ પરિવારની સમાજમાં પ્રેરણા દાઈ પહેલ કરાઈ