રાણપુરના નાનીવાવડી ગામે જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાશે

431

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ,જીલ્લા શિક્ષણ સમિતિ બોટાદ અને રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર આયોજીત બોટાદ જીલ્લાનું જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯ નાનીવાવડી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા નાનીવાવડી ના સંયુક્ત ઉપક્રમે તારીખ.૨૫-૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.જેમાં બોટાદ જીલ્લામાથી તાલુકા કક્ષાએ પસંદ પામેલ પ્રાથમિક ,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા ની કૃતિઓ ભાગ લેશે.જેનો લાભ લેવા બોટાદ જીલ્લાની સરકારી,ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને અનુરોધ કર્યો છે.

Previous articleબગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. વી. દાફડાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
Next articleઘોઘા રા રો ફેરી સર્વિસની મુલાકાત લેતા સંજયસિંહ ગોહિલ