બેરતળાવની પાણીની સપાટી ૩૯.ર ફુટે પહોંચી : દરવાજો લીકેજ થતાં તંત્રમાં દોડધામ

723

ભાવનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા બોર તળાવની સપાટી ૩૯.ર ફુટે પહોંચી છે જયારે ૪૩ ફુટે બોર તળાવ ઓવર ફલો થશે. હાલમાં રોજ બરોજ પાણીની સપાટીમાં ર થી ૪ ઈંચનો વધારો થઈ રહ્યો છે. જેનાં કારણે બોર તળાવ ઓવર ફલો થવાની આશાઓ જાગી છે. તેવા સંજોગોમાં મહાદેવજી મંદિરની પાસે તળાવનાં દરવાજામાંથી પાણી લીકેજ થતું હોવાની જાણ થતાં અને આ અંગેનો વિડીયો વાયરલ કરાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મહા પાલિકાનાં જવાબદાર અધિકારીઓએ તાબડતોડ ઘટનાસ્થળે દોડી જઈ લીકેજ થતું પાણી બંધ કર્યુ હતુ. જયારે પાણી લીકેજ થવાનાં કારણો શું છે તેની તપાસ થવી જોઈએ. પાણી લીકેજ થતાં પ્રી-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

Previous articleપીથલપુરમાં જ્ઞાનમંદિર શૈક્ષણિક સંકુલમાં વિવિધ સ્પર્ધા યોજાઈ
Next articleબોટાદમાં ર૬.૬૧ લાખના ઈંગ્લીશ દારૂનો રોલર ફેરવી નાશ કરાયો