કાલે તા. ર૯-૯-ર૦૧૯ (સવંત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ શરદ ઋતુથી પ્રારંભ થોત અશ્વિન માસનો શુકલ પક્ષ તા. ૧૩-૧૦-૧૯ના રોજ રવિવારે પુર્ણમાને દિવસે પુર્ણ થશે.
આ પખવાડિયાના દિવસોની સમીક્ષા કરતાં તા. ર૯ શારદિય નવરાત્રી – પ્રારંભ – માતમહ શ્રાધ્ધ – મહાલય- સમાપ્તિ, ગાંધીજી જયંતિ વિનાયક ચતુર્થી, લલિલતા પંચમી, વિંછુડો પ્રારંભ ક. ૦૭-૦ર તા. ૦૩ વિંછુડો પ્લુટો માર્ગી શુક્ર તુલામાં તા. ૪ સરસ્વ્તી, આવાહન ક. ૧ર મિ. રર પછી વિંછુડો સમાપ્તિ ક. ૧ર મિ. રર તા. ૦પ સરસ્વતી-પુજન (ક.૧૩ મઋિ. ર૧થી) તથા મહાલક્ષ્મીપુજન તા. ૦૬ સરસ્વ્તી-પુજન (ક. ૧૩ મિ. ર૧થી) તથા મહાલક્ષ્મીપુજન તા. ૦૬ સરસ્વ્તી બલિદાન (ક.૧પ-પથી) તથા દુર્ગાષ્ટમી- મહાષ્ટમી ઉપવાસ – બંગાળમાં દુર્ગાપુજા પ્રારંભ, તા. ૦૭ સરસ્વતી વિસર્જન (ક.૧૭ મિ. ર૬થી) તથા સ્વામિનારાયણ સંપ્રદાય મુજબ શ્રીહરિજયંતિ, મહાવનમી, નવરાત્રી ઉત્થાપન પારણા આયુધપુજન, બુધ્ધજયંતિ તા. ૮ દશેરા, વિજયા દશમી, શ્રેષ્ઠ વિજય મુહુર્ત ક. ૧૪-રપથી ક. ૧પ-૧ર શ્રી માધવાચાર્ય જયંતિ તા. ૯ પાશાંકુશા એકાદશી (આજે એકાદશી નિમિત્તે ટેટીના પ્રસાદ તથા સેવનનું વિશેષ મહત્વ) પંચક પ્રારંભ ક. ૦૯-૪ર ભરત મિલાપ તા. ૧૦ પંચક તા. ૧૭ પ્રદોષ – ચિત્રા નક્ષત્રમાં સુર્ય પ્રવેશ વાહન દેડકો – સ્ત્રી.પુ.સુ.સુ. તા. ૧ર પંચક તથા તા. ૧૩ના રોજ વ્રતની પુનમ – શરદ પુર્ણિમા કોજાગરી પુર્ણિમા – કાર્તિક સ્નાન આરંભ વાલ્મિકી જયંતિ ડાકોરમાં મેળો છે.
હાલ ચાતુર્માસ ચાલના હોવાથી વર્તમાન દિવસો દરમ્યાન લગ્ન, યજ્ઞપોવિત, વસ્તુપુજન કે કળશ સ્થાપન વિ. માટે શુભ મુહુર્તો આવતા નથી. દિવાળી પછી તા. ર૦ નવેમ્બરથી લગ્ન સિઝન પુરબહારમાં શરૂ થશે. તા૮ દશેરા તથા તા. ર૭-ર૮ (દિવાળી – બેસતુ વર્ષ) બેન્ક હોલી-ડે છે. પ્રયાણ, મુસાફરી, મહત્વની મિટીંગો, ખરીદી વેચાણ – કોર્ટ કચેરી દસ્તાવેજી કે તેવા અન્ય રોજબરોજના નાના મોટા મહત્વના કામકાજ માટે આ પક્ષમાં તા.ર ૯-૩૦ ૦ર-૦૩-૦૭-૦૮-૧૦ તથા ૧૩ શુભ છે. જયારે તા. ૦૧-૦૪-૦૬ ૧૧ બધી રીતે મધ્યમ કક્ષાની તથા તા. ૦પ-૦૯-૧ર અશુભ છે.
ગોચરમાં ગ્રહોની સ્થિતિ જોઈએ તો આ પખવાડિયા દરમ્યાન સુર્ય-મંગળ કન્યા રાશિમા, બુધ તુલા રાશિમાં, ગુરૂ વૃશ્વિક રાશિમા, શુક્ર કન્વા-તુલા રાશિમાં બુધ તુલા રાશિમાં ગુરૂ વૃશ્વિક રાશિમાં, શુક્ર કન્યા તુલા રાશિમાં, શનિ ધનરાશિમાં રાહુ મિથુન રાશિ તથા કેતુ ધનરાશિમાં, હર્ષવ મેષ રાશિમાં, નેપ્ચ્યુન કુંભ રાશિમાં (વિક્રી) તથા પ્લુટો ધનરાશિમાં ભ્રમણ કરશે. શુક્ર સ્વગૃહી તથા સુર્ય અન્યોન્ય થકી ઉચ્ચનો બને છે.
આ દિવસોમાં જન્મેલા બાળકો સારી પ્રતિભા ધરાવનારા, સમાજમાં ખુબ જ લોકપ્રિય, સારૂં વ્યક્તિત્વ ધરાવનાર, માતા-પિતાના આદર કરનાર થાય આ દિવસોમાં વૈધૃશિષ્ટ યેળા હોવાથી તેનું ખાસ નિવારણ કરી લેવા સલહ છે.
સંક્ષપ્તિ રાશિ ભવિષ્ય જોઈએ તો વૃષભ, કર્ક- મકર તથા કન્યા રાશિ ધરાવનાર વ્યક્તિઓને શારીરિક નાદુરસ્તી, અકસ્માત પડવું- વાગવું – નાણાકીય સમસ્યાઓ તથા વ્યર્થ વાદ વિાદ રહ્યા કરે.ત ેમના માટે આ પક્ષ મધ્યમ ગણાય.
વૃશ્વિક – મિથુન તુલા તથા કુંભ વ્યક્તિઓ માટે આ તબક્કો કસોટીજનક તથા પ્રતિકુળતા વાળો વ્યતીત થાય. તેમના આધિ-વ્ય્ધિ ઉપાધિ, અગત્યના કાર્યોમાં વિક્ષેપો – કૌટુંમ્બિક કલહ, ખમાનહાનિ તથા સ્વજનો સાથે નાની-મોટી બાબતોમાં વારંવાર વિવાદનો સામનો કરવો પડે.
જયારે મીઅમેષ સિહ તથા ધન જાતકો માટે તબકકો શુભ-શ્રેષ્ઠ હોવાથી તેમને મહત્વના કાર્યોમાં સફળતા – આર્થિક બાળ- કૌટુંમ્બિક સહકાર અનુકુળતા પ્રગતિ તથા સુખ સંતોષ સુચવે છે. ઉન્નતિની નવી તકો સાંપડશે.
પોતાને મુંઝવતી સમસ્યાઓના ઉકેલ માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦ ૯૭૧૧ અગર તો ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરી સમાધાન પ્રાપ્ત કરી શકાશે.
















