બોરતળાવ છલક સપાટીએ નિહાળવા સહેલાણીઓ ઉમટી પડ્યા

740

ભાવનગર ગૌરીશંકર સરોવર બોરતળાવ છલક સપાટીએ પહોંચી ગયું છે. આ છલકસપાટીને નિહાળવા લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આજે સવારે બોરતળાવની સપાટી ૪ર ફુટ અને ૮ ઈંચ નોંધાઈ હતી. અને હવે માત્ર ર ઈંચ બોરતળાવ ઓવરફલો થવાને વાર છે. ત્યારે એમા આજે નવરાત્રીના પ્રથમ નોરતો અને રવિવારની મજા માણવા સહેલાણીઓ બોરતળાવની આ છલક સપાટીને નિહાળવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં. આ ગૌરીશંકર સરોવર છલ્લે ર૦૧૩માં છલકાયું હતું અને હવે આ વારો ૬ વર્ષ બાદ આ વખતે બોરતળાવ છલકાશે આ બોરતળાવના નજરો ખુબ જ આલ્હાદક થઈ ગયો છે. આજે રવિવારે લોકો પોતાના બાળકો સાથે કે પીકનીક મનાવવા પહોંચી ગયા હતાં. આ બોરતળાવના છલક સપાટીને જોઈ લોકો ખુબ જ આનંદીન થયા હતાં. અને તે છલકસપાટીની બાજુએ પોતે મોબાઈલમાં ફોટા અને સેલ્ફી લઈ રહ્યા હતાં. અને બાળકો ખુબ જ આનંદીન થયા હતાં.

Previous articleનવરાત્રીના પહેલા નોરતે મંદિરોમાં ભાવિકોની ભીડ
Next articleશહેરના ચાવડીગેટ વિસ્તારમાં મુસ્લિમ યુવાનની ગોળી મારી હત્યા