સિંગાપોર ક્રિકેટ ટીમે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વેને હરાવી ઇતિહાસ રચ્યો

423

સિંગાપોર રવિવારે ઇતિહાસ રચ્યો હતો. યજમાનોએ ઝિમ્બાબ્વેને ચાર રનથી હરાવી આઈસીસીનાં પૂર્ણ સભ્ય દેશ વિરુદ્ધ પ્રથમ વખત જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચ ૧૮ ઓવરની કરવામા આવી હતી. સિંગાપોર પ્રથમ બેટિંગ કરી અને ૧૮ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા. સિંગાપુરનાં કોઈ પણ બેટ્‌સમેને અડધી સદી ફટકારી નહોતી, પરંતુ તેના ખેલાડીઓએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા માટે ઉપયોગી યોગદાન આપ્યું હતું.

સિંગાપુરની શરૂઆત રોહન રંગરાજન (૩૯) અને સુરેન્દ્રન ચંદ્રમોહન (૨૩) ની ૬૨ રનની ભાગીદારીથી થઈ હતી. રોહને પોતાની વિકેટ રનઆઉટ થઇને ગુમાવી હતી. ત્યારબાદ ટિમ ડેવિડ (૪૧) અને મનપ્રીત સિંહે (૪૧)ની નોંધપાત્ર ઇનિંગ્સ રમી અને ટીમને ૧૮૧ રનનાં વિશાળ સ્કોર પર પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે તરફથી રેયાલ બર્લે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રિચર્ડ ગરાવાને બે સફળતા મળી જ્યારે નેવિલ મદજિવા અને શોન વિલિયમ્સને એક-એક સફળતા મળી.

૧૮૨ રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત બહુ સારી નહોતી રહી. ઓપનર બ્રાયન ચારી (૨)ને અમજદ મહેબૂબે પોતાનો શિકાર બનાવ્યો હતો. અમજદે પોતાની બોલિંગમાં ચારીનો કેચ પકડ્યો હતો. અહીંથી ઝિમ્બાબ્વેનાં કેપ્ટન શોન વિલિયમ્સ (૬૬) અને રેગિસ ચકબાવા (૪૮) એ મેદાનમાં ટકી રન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે ૪૧ રન જોડ્યા અને ટીમને ૫૦ રનથી આગળ કરી દીધી. તેની અડધી સદીથી ચકબાવા ફક્ત બે રનથી ચુકી ગયો હતો. તેની વિકેટ વિજયકુમારે લીધી હતી.

Previous articleઆફ્રિકી બેટ્‌સમેનો પર અશ્વિન અને જાડેજાની જોડી ભારે પડશે
Next articleસુમિત એટીપી ચેલેન્જર જીત્યો, આર્જેન્ટિનાના બગિન્સને ૬-૪, ૬-૨થી હરાવ્યો