શૈક્ષણિક સંઘ સંકલ સમિતિની સધારણ સભા બી.એમ.હાઈસ્કુલ ખાતે યોજાઈ

433

શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ-ભાવનગરની સાધારણ સભા તા.૩૦/૯/૨૦૧૯ સોમવાર ના રોજ સ્થાનિક બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ ખાતે મળેલ. જેમાં આગામી દિવસોમાં શિક્ષણ જગતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે ની વિચારણા કરવામાં આવી. દર મહીને સંકલન સમિતિ ની બેઠક મળશે અને જિલ્લા અને રાજય લેવલના પડતર પ્રશ્નો ઉકેલવા માટે કાર્યવહી કરવામાં આવશે. સંકલન સમિતિ માં સંચાલક મંડળ, ભાવનગર શહેર આચાર્ય સંઘ, જિલ્લા આચાર્ય સંઘ, ઊ.મા.શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંધ જોડાયેલા છે. નવા વર્ષ માટે હોદ્દેદારો આ પ્રમાણે નીમાયા. અધ્યક્ષઃ  કે.એ.બુટાણી, પ્રમુખઃ પરેશભાઇ ત્રિવેદી, ઊપ પ્રમુખઃ ગોવિંદ ભાઇ બતાડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ પટેલ. મહામંત્રીઃ પંકજ ભાઇ રાજયગુરુ. મંત્રીઃ જયવંતસિહ ગોહિલ,  જીતેન્દ્રભાઇ પાટીલ,મહાવીર ભાઇ ડાંગર. સંગઠન મંત્રીઃ ભૂપતભાઈ પંડયા, ગિરીશભાઈ પટેલ. ખજાનચીઃ બળદેવસિહ ગોહિલ.

Previous articleરાણપુરની સી.એસ.ગદાણી સ્કુલમાં કાનુન,બાળસુરક્ષા અને ૧૦૮ ઈમરજન્સીની મોક ડ્રીલ યોજાઈ
Next articleઆજે ચોથું નોરતુંઃ માતા ’કુષ્માંડા’ની પૂજા કરવી