આજે પાંચમું નોરતુઃ સ્કંદમાતાની પૂજા કરવી

531

પોતાના પુત્ર સ્કન્દને ખોળામાં લઈને બેઠેલ આ માતાને પૂજવાથી સદબુદ્ધિ અને જ્ઞાનનો ભંડાર મળે છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કન્દમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વરૂપ છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે.

સ્કંદમાતા મા ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છે. ત્રિનેત્રી અને ચાર ભુજા ધરાવનાર મા સિંહ પર સવાર છે. પાંચમા દિને તેમનું પૂજન-અર્ચન-સાધના થઇ શકે છે. પુત્ર-પ્રાપ્તિ માટે માની ઉપાસના વિશેષ ફળદાયી છે. ઉપાસના મંત્રો -?શાંતિં? કુરૂ? સ્કંદમાતે,?સર્વ?સિદ્ધિપ્રદાયક ભુક્તિ-મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા – ‘ઓમ્‌ ઐઁ કર્લીં, ર્હીં, સ્કંદમાતે હૂં હૂં ફટ્‌ સ્વાહા’, – ‘ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા’.(જી.એન.એસ)

Previous articleસરતાનપર બંદર ગામે દિપસાગર પ્રા.શાળામાં નિબંધ સ્પર્ધા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે