કેકેઆરની ટીમ માટે ડેવિડ હસી સલાહકાર અને કાઇલ મિલ્સ બૉલિંગ કોચ

413

આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.)એ ઑસ્ટ્રેલિયાના ડેવિડ હસી અને ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર કીલ મિલ્સની અનુક્રમે મુખ્ય સલાહકાર અને નવા બૉલિંગ કોચ તરીકે નિમણૂક કરી છે.

હસી અને મિલ્સ ન્યૂ ઝીલેન્ડના માજી વિકેટકીપર/બેટ્‌સમેન બ્રેન્ડન મેકલમ હેઠળ કામગીરી બજાવશે. મેકલમની આઈ. પી. એલ.ની આવતી મોસમ માટે કે. કે. આર. ટીમના વડા કોચ તરીકે નિમણૂક થઈ છે.

૪૨ વર્ષનો હસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને વિશ્ર્‌વભરમાં ૩૦૦થી વધુ ટી-૨૦ મેચમાં રમ્યો છે અને ૨૦૦૮-૨૦૧૦ દરમિયાન કોલકાતાની ટીમનો ખેલાડી હતો.

૪૦ વર્ષીય મિલ્સે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૭૦ મેચમાં ભાગ લઈ કુલ ૨૪૦ વિકેટ ઝડપી ન્યૂ ઝીલેન્ડના સૌથી બીજા સફળ બૉલર તરીકે ૨૦૧૫માં પોતાની કારકિર્દી સમાપ્ત કરી હતી.

Previous articleરણવીર સિંહ અને દીપિકા સાથે ભણસાળીની ફિલ્મમાં જોવા મળશે?
Next articleએટીપી ચેલેન્જર કપની સેમિફાઇનલમાં હાર્યો સુમિત નાગલ