લાઠી તાલુકામાં નવરાત્રી મહોત્સવમાં વાગની સ્પર્ધા યોજાઈ

370

લાઠી તાલુકા ના ભુરખિયા ખાતે આઈ સી ડી એસ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં શક્તિ પર્વ નવરાત્રી એ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન નવરાત્રી મહોત્સવ માં આંગણવાડી કેન્દ્ર નં ૩૯/૪૦ પર વર્કર હેલ્પર નું સુંદર આયોજન દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી માં રાષ્ટ્રીય સુપોષણ અંગે સક્ષમ પોષણયુક્ત આહાર નો પ્રસાદ સહી પોષણ દેશ રોશન ના બેનર હેઠળ નવરાત્રી એ ભુરખિયા ગામે આંગણવાડી કેન્દ્ર નં૩૯/૪૦ પર સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં વાગની સ્પર્ધા યોજાય અને નાની બાળા ઓ કિશોરી ઓ મહિલા ઓ ને રાષ્ટ્રીય સુપોષણ થી અવગત કરાય અને વાગની સ્પર્ધા માં બનેલ વાગની ઓ નો પ્રસાદ વેચી રાષ્ટ્રીય સુપોષણ સાથે સ્વચ્છતા અભિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદી અંગે છત્રાલ દ્વારા માર્ગદર્શન અપાયું

Previous articleબરવાળા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો
Next articleસિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો